Get The App

સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે 1 - image


Defence Ministry: સંરક્ષણ મંત્રાલય આ અઠવાડિયે એક મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યું છે, જેમાં ભારતીય સેનાઓની તાકાત વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવશે. 'ઓપરેશન સિંદૂર' બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની પહેલી બેઠક યોજાશે, જેમાં અનેક મહત્ત્વના પ્રસ્તાવો પર મહોર લાગવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં આજથી આ વાહનો 'ભંગાર' બન્યાં, પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં મળે, નવી નીતિ લાગુ

ભારત-પાકિસ્તાન સરહદે એર ડિફેન્સને મજબૂત કરવા માટે મંત્રાલય સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) સિસ્ટમની ત્રણ નવી રેજીમેન્ટની ખરીદીને મંજૂરી આપી શકે છે. આ DRDOની પરિયોજના છે, જેને ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આગળ વધારવામાં આવશે. 

વાયુસેનાને મળશે 3 આધુનિક જાસૂસી વિમાન

ભારતીય વાયુસેનાએ I-STAR કાર્યક્રમ હેઠળ ત્રણ જાસૂસી વિમાનોની ખરીદીનો પ્રસ્તાવ મૂક્યો છે. જે ઇન્ટેલિજન્સ, સર્વિલન્સ, ટાર્ગેટિંગ અને રિકૉનિસ્સાં (ISTAR) વિમાન દુશ્મનની ગતિવિધિ પર નજર રાખવા અને ભવિષ્યમાં જમીની લક્ષ્યને નષ્ટ કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આ વિમાન કોઈ મૂળ નિર્માતા પાસેથી ખરીદવામાં આવશે અને ડીઆરડીઓની સેન્ટર ઑફ એરબોર્ન સિસ્ટમ દ્વારા (CABS) દ્વારા ભારતીય જરૂરિયાતો મુજબ અપગ્રેડ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ રેલવે ભાડું, આધાર-પાન અને ક્રેડિટ કાર્ડ... આજથી દેશમાં 5 ફેરફાર, જાણો ખિસ્સા પર કેટલો વધશે ભાર

નૌકાદળ અને અન્ય મુખ્ય પરિયોજના સામેલ રહેશે

ભારતીય નૌકાદળ Pressure-Based Moored Minesને પોતાના બેડામાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકશે. જે દુશ્મનની સબમરિન અને સપાટી પરના યુદ્ધ જહાજોને નિશાનો બનાવવામાં સક્ષમ છે. આ સિવાય, Su-30MKI લડાકૂ વિમાનોને 84 યુનિટ્સની અપગ્રેડેશન અને Underwater Autonomous Vehicles (UAVs)ના અપગ્રેડને પણ મંજૂરી મળવાની સંભાવના છે. 

આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત પોતાની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવા અને 'મેક ઇન ઈન્ડિયા' સંરક્ષણ નિર્માતાને પ્રોત્સાહન આપવામાં જોડાયેલા છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ પ્રસ્તાવોને મંજૂરી મળવાથી ત્રણેય સેનાઓની યુદ્ધ ક્ષમતામાં વધારો થશે.

Tags :