Get The App

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ 1 - image

Defence News : નવી દિલ્હીમાં આયોજિત ભારતીય નૌસેનાના સેમિનાર સ્વાવલંબન-2025માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના બદલાતા સંરક્ષણ માળખા પર મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત હવે માત્ર હથિયારો ખરીદનારો દેશ નથી, પરંતુ ટેક્નોલોજી બનાવવાર, વિકસાવવાનાર અને નિકાસ કરનાર મહાશક્તિ બની રહ્યું છે.

દેશમાં સ્વદેશીકરણનું આંદોલન

રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, ‘સંરક્ષણ ક્ષેત્રમાં ચાલી રહેલું સ્વદેશીકરણનું આંદોલન માત્ર નીતિઓનું પરિણામ નથી, પરંતુ વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને યુવાનોની મહેનતનું પ્રમાણ છે. ઈનોવેશન અને પ્રોટોટાઇપ્સે સાબિત કરી દીધું છે કે, ભારત હવે ટેક્નોલોજીનો ગ્રાહક નહીં, પણ નિકાસકાર બનવાના માર્ગે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.’

વિદેશી સંરક્ષણ ઉપકરણો પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી : રાજનાથ

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘વિદેશી સંરક્ષણ ઉપકરણો પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે, કારણ કે વિદેશથી ખરીદેલી ઉપકરણ લાંબાગાળે નુકસાન પહોંચાડે છે અને જાળવણી તેમજ સ્પેરપાર્ટ્સનો બોજ દેશ પર પડે છે. ભારતની સુરક્ષા પ્રણાલી ત્યારે જ મજબૂત થશે, જ્યારે તેનું ટેકનિકલ માળખું ભારતમાં તૈયાર થાય.’

આ પણ વાંચો : ‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર

નૌસેનાનું 'સ્વાવલંબન'માં યોગદાન

નૌસેના પ્રમુખ એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે, ‘સેમિનારનું આયોજન દર વર્ષે વધુ વ્યાપક બની રહ્યું છે. આ પહેલથી સ્ટાર્ટઅપ્સ અને MSME દ્વારા વિકસિત ટેક્નિકલ ઉત્પાદનોની મદદથી નૌસેનાની ક્ષમતાઓને મજબૂત બનાવવામાં આવી છે.’ આ કાર્યક્રમમાં 80થી વધુ સ્ટાર્ટઅપ્સ અને MSME દ્વારા AI, ઓટોનોમસ સિસ્ટમ્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સ્ટેલ્થ ટેક્નોલોજી સહિતના અદ્યતન ઈનોવેશન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી