For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'કોવિશીલ્ડનો ડોઝ લેતા જ દીકરી મૃત્યુ પામી હતી..' માતા-પિતા સીરમ ઈન્સ્ટિટ્યૂટને કોર્ટમાં ઢસડી ગયા

Updated: May 2nd, 2024

'કોવિશીલ્ડનો ડોઝ લેતા જ દીકરી મૃત્યુ પામી હતી..' માતા-પિતા સીરમ ઈન્સ્ટિટ્યૂટને કોર્ટમાં ઢસડી ગયા

Image Source: Twitter

Covid-19 Vaccine:  હાલમાં કોવિશીલ્ડ વેક્સિનની આડઅસરનો મુદ્દો ચર્ચામાં છે. કોરોનાની રસી એકદમ સલામત છે અને તેનાથી કોઈ આડઅસર નથી થતી એવા દાવાના ધજાગરા ઉડી ગયા છે. કોરોના કાળમાં મોટા ભાગના ભારતીયોને કોવિશીલ્ડ અને કોવેક્સિન એ બે વેક્સિન અપાઈ હતી. કોવિશીલ્ડ રસી બ્રિટનની જેનર ઈન્સ્ટિટયૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ વિકસાવેલી છે. એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ્યું છે કે, કોવિશીલ્ડ રસીના કારણે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) બિમારી થઈ શકે છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે એક પરિવારે તેમની પુત્રીના મૃત્યુ અંગે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એટલે કે SIIને કોર્ટમાં ઢસડી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધાના થોડા દિવસો બાદ જ મહિલાનું મૃત્યુ થઈ ગયુ હતું. 

એક અહેવાલ પ્રમાણે 2021માં જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ ત્યારે 18 વર્ષની રિતૈકા શ્રી ઓમત્રીએ મે મહિનામાં કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. જો કે, સાત દિવસની અંદર તેને ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને ચાલવામાં તકલીફ થવા લાગી હતી. અહેવાલ પ્રમાણે MRI સ્કેનમાં બતાવ્યું કે, તેના મગજમાં અનેક બ્લડ ક્લોટ્સ અને હેમરેજ છે. બે અઠવાડિયાની અંદર મહિલાનું મૃત્યુ થઈ ગયુ હતું.

મહિલાના માતા-પિતાને મૃત્યુના વાસ્તવિક કારણની જાણ ન હતી અને તેઓએ આ અંગે RTI દાખલ કરી. ડિસેમ્બર 2021માં દાખલ RTI દ્વારા જાણ થઈ કે મહિલા 'થ્રોમ્બોસાયટોપીનિયા સિન્ડ્રોમની સાથે થ્રોમ્બોસિસ વિથ 'થી પીડિત હતી અને તેનું મૃત્યુ વેક્સિન પ્રોડક્ટ સાથે સબંધિત રિએક્શનના કારણે થયું હતું.

આવી જ એક ઘટના જુલાઈ 2021માં બની હતી. તે દરમિયાન વેણુગોપાલ ગોવિંદન નામના વ્યક્તિની પુત્રી કારુણ્યાનું વેક્સિન  લીધાના એક મહિના બાદ મૃત્યુ થઈ ગયુ હતું. એક અહેવાલ પ્રમાણે નેશનલ કમિટિને એ જાણ થઈ કે, એ બાબતના પર્યાપ્ત પુરાવા નથી કે, મહિલાનું મોત વેક્સિનના કારણે થયુ હતું. 

મહત્વની વાત એ છે કે, કોવીશિલ્ડને એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ સાથે મળીને તૈયાર કરી છે. તેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ડેવલપ કરી હતી અને મોટા પાયે દેશના લોકોનો આપવામાં આવી હતી. Oxford-AstraZeneca કોરોના વેક્સિનને વિશ્વના ઘણા દેશોમાં 'Covishield' અને 'Vaxzevria' નામથી લગાવવામાં આવી હતી.


Gujarat