India

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત

By GS TEAM
12 Aug 20252 mins read
TukuTouch Logo
સંસદની વિદેશી બાબતોની સમિતિએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ અને તેના પાકિસ્તાન સાથે વધતા નૌસૈનિક ગઠબંધન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આ સમિતિએ પોતાના અહેવાલ 'ઇવલ્યુએશન ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિયન ઓશન સ્ટ્રેટેજી'માં કહ્યું છે કે, આ ઘટનાક્રમ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપક વ્યૂહાત્મક હિતો માટે મોટું જોખમ ઊભું કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત

India Alerted By China-Pakistan Friendship : સંસદની વિદેશી બાબતોની સમિતિએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ અને તેના પાકિસ્તાન સાથે વધતા નૌસૈનિક ગઠબંધન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આ સમિતિએ પોતાના અહેવાલ 'ઇવલ્યુએશન ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિયન ઓશન સ્ટ્રેટેજી'માં કહ્યું છે કે, આ ઘટનાક્રમ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપક વ્યૂહાત્મક હિતો માટે મોટું જોખમ ઊભું કરી રહ્યો છે.

ચીન-પાકિસ્તાનનું નૌસૈનિક ગઠબંધન ચિંતાજનક

સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ચીન-પાકિસ્તાનનું નૌસૈનિક ગઠબંધન માત્ર સંયુક્ત સૈન્ય અભ્યાસ પૂરતું સીમિત નથી, પરંતુ તેના કારણે પાકિસ્તાનની નૌસેનાનું પણ આધુનિકીકરણ થઈ રહ્યું છે, જે આ ક્ષેત્રમાં શક્તિ સંતુલન બગાડી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નેવી હવે વિશ્વની સૌથી મોટી નૌસેના બની ચૂકી છે. તે પોતાના કાફલામાં અત્યાધુનિક યુદ્ધજહાજો, મલ્ટિપલ કેરિયર બેટલ ગ્રુપ અને વધારાના એરક્રાફ્ટ કેરિયર્સનો સમાવેશ કરી રહ્યું છે.

હિંદ મહાસાગરમાં ચીનની ગુપ્ત ગતિવિધિઓ

સમિતિની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં અનેક માળખાગત પરિયોજનાઓ પર કામ કરી રહ્યું છે, જેમાં બંદરો અને હવાઈમથકોનો સમાવેશ થાય છે, જેનો બેવડો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત, ચીન સર્વેક્ષણ જહાજો દ્વારા સમુદ્ર સાથે સંબંધિત સંવેદનશીલ ડેટા પણ એકત્ર કરી રહ્યું છે, જે ભારત માટે એક મોટો પડકાર છે.

આ પણ વાંચો : ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર

ભારત શું કરી શકે? સમિતિએ સૂચનો સૂચવ્યા

ચીન અને પાકિસ્તાનના વધતા જોખમનો સામનો કરવા માટે સમિતિએ ભારત સરકારને કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. સમિતિએ કહ્યું કે, ભારતે પોતાની નૌસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે સબમરીન વિરોધી યુદ્ધજહાજો, સર્વેલન્સ વિમાનો અને પરમાણુ ઊર્જા સંચાલિત સબમરીનોનો સમાવેશ કરવો જોઈએ. વ્યૂહાત્મક સંતુલન જાળવવા માટે ભારતે મિત્ર દેશો, ખાસ કરીને ક્વૉડ દેશો, સાથે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ ચાલુ રાખવા જોઈએ. ગયા અઠવાડિયે ભારતે ફિલિપાઈન્સ સાથે દક્ષિણ ચીન સાગરમાં પહેલો સંયુક્ત અભ્યાસ કર્યો હતો. ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સેટેલાઈટ-આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે UNSC બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને, પનામા પર નિયંત્રણ મામલે ભારે વિવાદ