India

ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' નબળું પડ્યું, લેન્ડફોલ બાદ વરસાદનું IMDએ આપ્યું એલર્ટ

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' 20 નવેમ્બર 2026ના રોજ સવારે 8:00 વાગ્યે ઓડિશાના ગોપાલપુર નજીક ત્રાટક્યું હતું. 70-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયા બાદ 11:20 વાગ્યે લેન્ડફોલ પૂર્ણ થયું. વાવાઝોડું નબળું પડી 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાયું છે. ભારે વરસાદ છતાં 3.72 લાખ લોકોના સ્થળાંતરને કારણે કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' નબળું પડ્યું, લેન્ડફોલ બાદ વરસાદનું IMDએ આપ્યું એલર્ટ

Cyclone Akvan Landfall Completed Gopalpur Odisha: બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' (Cyclone Akvan) ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ હવે નબળું પડી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 નવેમ્બર 2026ના રોજ સવારે આશરે 8:00 વાગ્યે વાવાઝોડાએ ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠો પાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને 11:20 વાગ્યા સુધીમાં લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું વાવાઝોડું, 24 કિમીની ઝડપે આગળ વધ્યું

પવનની ગતિ અને વર્તમાન સ્થિતિ: લેન્ડફોલ દરમિયાન પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક અને ઝાપટા 90 કિમી પ્રતિ કલાક સુધી નોંધાયા હતા. ત્યારબાદ વાવાઝોડું સતત નબળું પડતા IMD એ સવારે 11:30 વાગ્યે તેને 'ડીપ ડિપ્રેશન' (Deep Depression) જાહેર કર્યું હતું. તે છેલ્લા 6 કલાકમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધીને દક્ષિણ તટીય ઓડિશા પર પહોંચ્યું છે.

આગામી 12 કલાકની આગાહી: હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 6 કલાકમાં 'અકવાન' વધુ નબળું પડીને સામાન્ય 'ડિપ્રેશન' માં ફેરવાશે અને ત્યારબાદના 6 કલાકમાં 'લો-પ્રેશર એરિયા' માં પરિવર્તિત થઈ જશે.

ઓડિશામાં ભારે વરસાદ, કોઈ મોટી જાનહાનિના નહીં

વાવાઝોડાની અસરથી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ગંજમ જિલ્લાના પાત્રાપુરમાં 209 મિમી, હિંજિલીમાં 207 મિમી અને ચિકિટીમાં 199 મિમી વરસાદ નોંધાયો છે. વહીવટી તંત્રની આગોતરી તૈયારીઓ અને 3.72 લાખથી વધુ લોકોના સુરક્ષિત સ્થળાંતરને કારણે હાલ કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.