For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

CRPF હવે કાશ્મીરમાં તૈનાત કરશે પોતાનો વિદેશી સિપાહી, જાણો તેની હેરતઅંગેજ ક્ષમતા અંગે

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર

સીઆરપીએફ પર થયેલા આતંકવાદી હુમલામાં વિસ્ફોટકોનો ઉપયોગ તયા બાદ હવે એવુ કહેવાઈ રહ્યુ છે કે સીઆરપીએફ બહુ જલ્દી પોતાના વિદેશી સિપાહીને કાશ્મીરમાં તૈનાત કરશે.

આ વિદેશી સિપાઈ આઈઈડી અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોનો એક્સપર્ટ છે અને ભવિષ્યમાં આવા હુમલા નિષ્ફળ બનાવવા માટે તેનો ઉપયોગ કરવા વિચારણા થઈ રહી છે.

આ સિપાહી બીજુ કોઈ નહી બેલ્જિયમનો કૂતરો વાકોસ છે.બેંગ્લોરના ટ્રેનિંગ સેન્ટરમાં વાકોસ પ્રજાતિના ડોગ્સને ટ્રેન કરવામાં આવે છે.જે વિસ્ફોટકોને સુંઘીને ઓળખી કાઢવામાં માહેર છે.

વાકોસનો ઉપયોગ સીઆરપીએફ સુકમા, બીજાપુર, મહારાષ્ટ્રના નકસ્સલી વિસ્તારોમા કરી રહ્યુ છે.નક્સલવાદીઓ પણ તેના કારણે પરેશાન છે.કારણકે તે અત્યાર સુધીમાં 200 જેટલા હુમલાના પ્રયાસો નાકામ કરી ચુક્યો છે.આ શ્વાન મૂળે બેલ્જિયમનો છે અને તેન બેલ્જિયમ શેફર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાલમાં 358  વાકોસ દેશભરમાં સીઆરપીએફ સાથે કામ કરી રહ્યા છે.બીજા 253 વાકોસ બેંગ્લોરમાં તાલીમ લઈ રહ્યા છે.જ્યાં તેમને આકરી મહેનત કરાવાય છે.ટ્રેનિગં પુરી થયા બાદ તે સીઆરપીએફના જવાનો સાથે જંગલમાં પણ પેટ્રોલિંગ કરે છે અને પોતાની સુંઘવાની તાકાત વડે વિસ્ફોટકો શોધી કાઢે છે.

આ કૂતરાઓની વય 10 થી 14 વર્ષની હોય છે.નર શ્વાનનુ વજન 25 થી 30 કીલો અને માદા શ્વાનનુ વજન 20 થી 25 કિલો હોય છે.આ કૂતરાની કાબેલિયત જોઈને સંખ્યાબંધ રાજ્યોની પોલીસ તેનો ઉપયોગ કરવા માટે વિચારી રહી છે.

વાકોસ અમેરિકન સેનામાં પણ સામેલ છે.લાદેનને મારનારી ટીમમાં આ પ્રજાતિનો શ્વાન હતો.તે 25 થી 30 કિલોમીટર સુધી નોન સ્ટોપ ચાલી શકે છે.આવા એક શ્વાનની કિંમત એક લાખ રુપિયા સુધીની હોય છે.પહેલી વખત સીઆરપીએફ દ્વારા 2011માં તેને ખરીદવામાં આવ્યો હતો.તે 270 ડિગ્રી સુધીના વિસ્તારમાં ડોક ફેરવ્યા વગર જોઈ શકે છે.2014થી એનએસજીએ પણ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Gujarat