For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલો: જૈશ સાથે સંબંધ હોવાની શંકામાં 23 લોકોની ધરપકડ

Updated: Feb 18th, 2019

Article Content Imageશ્રીનગર, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છેડા જોડાયેલા હોવાની શંકામાં સેનાએ 23 શંકાસ્પદોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે CRPF કાફલા પર હુમલાના માસ્ટરમાઈન્ડ જૈશ સાથે સંબંધ હોવાની શંકા હેઠળ 23 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સાથે જૈશ પર બેન લગાવવાની માગ કરી છે પરંતુ પાકિસ્તાન પર આની કોઈ અસર જોવા મળતી નથી.

અધિકારીઓએ જણાવ્યુ કે NIAએ CRPF કાફલા પર થયેલા હુમલાને લઈને શંકાસ્પદોની પૂછપરછ કરી છે. સૂત્રો અનુસાર શંકાસ્પદો દ્વારા કાશ્મીરમાં જૈશ કમાન્ડર સહિત આ આતંકી સંગઠનના ટૉપ કમાન્ડર્સની જાણકારી લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મોહમ્મદ ઉમેરે હુમલાનો પ્લૉટ તૈયાર કર્યો હતો.

પુલવામામાં જવાનોના વાહનથી વિસ્ફોટક ભરેલા વાહનને ઉડાડવાનું કાશ્મીરના સ્કુલ ડ્રૉપઆઉટનું માઈન્ડવૉશ ઉમેરે જ કર્યુ હતુ. ઉમેર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ ભત્રીજો છે. પુલવામામા ગત ગુરુવારે CRPFના એક કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ઓછામાં ઓછા 40 જવાન શહીદ થઈ ગયા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન બેઝ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

Gujarat