For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, મોદી મારા મોટાભાઈ જેવા

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.20.ફેબ્રઆરી 2019, બુધવાર

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન બે દિવસની ભારત યાત્રા છે.પીએમ મોદી ગઈકાલે રાતે પ્રોટોકોલ તોડીને પ્રિન્સને આવકારવા માટે જાતે એરપોર્ટ પહોંચ્યા હતા.

એ પછી આજે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ફરી એક વખત મહોમ્મદ બિન સલમાનનુ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.રાષ્ટ્રપતિ ભવનમાં આવકારતી વખતે ફરી એક વખત પીએમ મોદીએ સલમાનને ભેટીને આવકાર આપ્યો હતો.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પ્રિન્સને હુંફાળો આવકાર આપ્યો હતો.

મીડિયાને સંબોધન કરતા પ્રિન્સ સલમાને કહ્યુ હતુ કે પીએમ મોદી મારા મોટાભાઈ જેવા છે અને હું તેમનો નાનો ભાઈ છું.અમે ઈચ્છીએ છે કે બંને દેશો વચ્ચેના સબંધો આ જ રીતે આગળ વધતા રહે.પીએમ મોદીની આગેવાનીમાં ભારત અને સાઉદી અરેબિયા ઘણી બધી સારુ વસ્તુઓ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરબ ભારતનુ ચોથા નંબરનુ ટ્રેડ પાર્ટનર છે.ભારતમાં વપરાતા ક્રુડ ઓઈલ અને એલપીજીની મોટાભાગની ડિમાન્ડ સાઉદી અરબ જ પુરી કરે છે.

પ્રિન્સ સલમાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને બીજા મુદ્દા પર મહત્વપૂર્ણ કરારો થાય તેમ છે.ભારત સાઉદી અરબ પર પાકિસ્તાન પર આતંકવાદના મુદ્દે દબાણ વધારવા માટે પણ અપીલ કરી શકે છે.

Gujarat