For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરબજીતની હત્યાના આરોપીઓને પાકિસ્તાની કોર્ટે નિર્દોષ છોડ્યા

Updated: Dec 16th, 2018

સરબજીતની હત્યાના આરોપીઓને પાકિસ્તાની કોર્ટે નિર્દોષ છોડ્યા

નવી દિલ્હી,તા.16.ડિસેમ્બર 2018, રવિવાર

પાકિસ્તાનની કોર્ટે ભારતીય નાગરિક સરબજીતની હત્યાના શકમંદોને નિર્દોષ છોડી મુક્યા છે. લાહોરની સ્થાનિક કોર્ટે આ મામલામાં જેમની સામે કેસ હતો તે શકમંદો મુદસ્સર અને આમિર તાંબાને પૂરાવા અને સાક્ષીના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ મામલામાં તમામ સાક્ષીઓ ફરી ગયા હતા.આમિર તાંબા અને મુદસ્સરને પહેલેથી જ ફાંસીની સજા મળેલી છે.તેમના પર લખપત જેલમાં 2013માં સરબજીત પર હુમલો કરવાનો અને તેનુ મોત નીપજાવવાનો આરોપ હતો.

અગાઉ બંને આરોપીઓએ પોલીસને આપેલા નિવેદનમાં કબૂલ્યુ હતુ કે સરબજીતે લાહોર અને ફૈસલાબાદમાં બ્લાસ્ટ કરાવ્યા હતા અને તેનાથી ગુસ્સે થઈને સરબજીતની હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે સરબજીતને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 1990માં સિલસિલાબધ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત સંડોવણીના કારણે કોર્ટે ફાંસી આપી હતી અને આ કેસે ભારતમાં પણ ભારે ચકચાર જગાવી હતી.

Gujarat