પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં
Akhilesh Yadav got Angry on Fake Facebook Page: યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પુત્રી અદિતિ યાદવના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનતા ભડક્યા છે. આ અંગેની જાણકારી તેમણે પોતે પોતાના X એકાઉન્ટમાં આપતાં કહ્યું હતું કે, 'મારી દીકરી અદિતિ યાદવના નામે એક ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. આ એક ષડયંત્ર છે.'
અખિલેશ યાદવે વ્યક્ત કરી નારાજગી
અખિલેશ યાદવ પોતાની પુત્રીના નામે બનાવેલા ફેક ફેસબુક પેજ અને વિવાદાસ્પદ પોસ્ટનાં કારણે ખૂબ જ ગુસ્સે છે. 24 કલાક પૂરા થયા બાદ, અખિલેશ યાદવે X પર એક પોસ્ટ મૂકીને પોતાની નારાજગી વ્યક્ત કરી. અખિલેશે કહ્યું છે કે, '24 કલાક પૂરા થયા. આને અમારી એફઆઇઆર જ સમજવી. આ દરમિયાન મારી નજર એવી ઘણી પોસ્ટ મારા ધ્યાનમાં આવી જે વાંધાજનક છે.'
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં લખ્યું હતું કે, 'કેટલાક અસામાજિક તત્ત્વો પણ અમારા પરિવાર અને પક્ષના નેતાઓ અને અમારી સાથે સંકળાયેલા લોકોના સમાન નામો અને ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરી રહ્યા છે અને ખૂબ જ નિંદનીય સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને કન્ટેન્ટ શેર કરી રહ્યા છે. આવા ફોટોગ્રાફ્સ અને વિચારો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ બધું એક ષડયંત્ર છે, જેની પાછળ કાં તો કેટલાક દુષ્ટ લોકોનો રાજકીય કે આર્થિક હેતુ છે અથવા તે લોકોની અજ્ઞાનતા છે જેમને ખબર નથી કે કોઈ પોતાના હેતુઓને પૂર્ણ કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યું છે.
આ પણ વાંચો: OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર
જો ભાજપ સરકારનો સાયબર સિક્યુરિટી સેલ ઇચ્છે તો આવા લોકોને 24 કલાકમાં નહીં પણ 24 મિનિટમાં પણ પકડી શકે છે, તે ફક્ત ઉપરથી આદેશની રાહ જોઈ રહ્યા છે.'