For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન ચાલુ રાખવા બૈંસલાની જાહેરાત

- બિલને કાનુની પડકાર સામે રક્ષણ નથી

- બિલ વિરૃધ્ધ કોર્ટમાં પિટિશન થાય તો સરકાર શું કરશે તેની સ્પષ્ટતા માગી

Updated: Feb 14th, 2019

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન ચાલુ રાખવા બૈંસલાની જાહેરાત

(પીટીઆઇ) જયપુર, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

રાજસ્થાનમાં ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાએ આંદોલન ખતમ કરવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે વિધાનસભામાં પસાર થયેલા બિલને કાનુની રીતે પડકારવા સામે કોઇ રક્ષણ નથી અને તેની સામે પડકાર થઇ શકે છે.

બૈંસલાએ જણાવ્યું હતું કે તેમણે બિલનો અભ્યાસ કર્યો છે. આ બિલ વિરૃધ્ધ પિટિશન થાય તો રદ થઇ શકે છે. આવી પિટિશન સામે રક્ષણ આપવાની જોગવાઇ અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે બૈંસલાને પસાર થયેલા બિલની નકલ આપવામાં આવી હતી પરંતુ તેમણે અનામત આંદોલન ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. હાલમાં ગુર્જર આંદોલનકારીઓ રેલરોકો આંદોલન ચલાવી રહ્યા છે.

Gujarat