India

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
Confusion over Vijay's oath : તમિલનાડુ રાજકારણમાં થલાપતિ વિજયની શપથવિધિ પહેલા જ મોટો 'ક્લાઈમેક્સ' આવ્યો છે. શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વિજયની રાહમાં હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સત્તાના ગઠબંધનમાં સામેલ VCKએ ડેપ્યુટી CM પદની માંગણી કરીને વિજયના ગણિત બગાડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી

Confusion over Vijay's oath : તમિલનાડુ રાજકારણમાં થલાપતિ વિજયની શપથવિધિ પહેલા જ મોટો 'ક્લાઈમેક્સ' આવ્યો છે. શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વિજયની રાહમાં હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સત્તાના ગઠબંધનમાં સામેલ VCKએ ડેપ્યુટી CM પદની માંગણી કરીને વિજયના ગણિત બગાડ્યા છે.

બે પક્ષ તરફથી સમર્થન પત્ર અટક્યા, રાજભવનમાં સસ્પેન્સ

તાજેતરની વિગતો મુજબ, રાજ્યપાલ આર.વી. અર્લેકરને હજુ સુધી VCK અને IUMLના ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્ર મળ્યા નથી. વિજયે અત્યાર સુધી માત્ર 116 ધારાસભ્યોનું સમર્થન રજૂ કર્યું છે, જેમાં તેમની પોતાની પાર્ટી TVK (107), કોંગ્રેસ (5) અને ડાબેરી પક્ષો (4) નો સમાવેશ થાય છે. બહુમતી માટે 117 નો આંકડો જરૂરી છે, અને વિજય અત્યારે મેજિક ફિગરથી માત્ર 1 ડગલું દૂર છે. 

VCKની 'ડેપ્યુટી CM'ની શરત

સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK એ સરકારમાં હિસ્સો મેળવવા માટે ડેપ્યુટી CM પદની જીદ પકડી છે. જ્યાં સુધી આ પદ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેઓ સમર્થન પત્ર સોંપવા તૈયાર નથી. રાજભવન અત્યારે આ બાકી રહેલા પત્રોની રાહ જોઈ રહ્યું છે, જેના કારણે શપથ ગ્રહણના સત્તાવાર સમયની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી.

ઐતિહાસિક જીત છતાં પડકારો

વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને વિજયે ઇતિહાસ રચ્યો છે (વિજય બે બેઠકો પરથી લડ્યા હોવાથી પક્ષની સંખ્યા 107 ગણાશે). અભિનેતામાંથી નેતા બનેલા વિજય માટે જનતામાં ભારે ઉત્સાહ છે, પરંતુ ગઠબંધનની રાજનીતિમાં પહેલા જ દિવસે તેમને કડક પરીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે, પરંતુ અત્યારે તમામની નજર VCK ના આગામી પગલા પર છે.