Get The App

RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ 1 - image


Complaint filed against RCB star bowler Yash Dayal : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલ ચર્ચામાં આવ્યો છે. ગાઝિયાબાદની એક યુવતીએ યશ દયાલ પર માનસિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, યશ દયાલે લગ્નની લાલચ આપીને યુવતીનું આર્થિક, માનસિક અને જાતીય શોષણ કર્યું હતું. જેને લઈને યશ દયાલ વિરુદ્ધ BNSની કલમ 69 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, એક યુવતીએ RCBના સ્ટાર ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જાતીય અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે સીએમ યોગીના કાર્યાલયમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. યશ દયાલને આ મામલે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, હવે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘શુભમન ગિલથી શીખવું જોઇએ, એણે ભૂલો સુધારી...' ઈંગ્લેન્ડના દિગ્ગજે કોને આપી સલાહ?

પીડિતાએ શું લગાવ્યા આરોપો

પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, તે છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, યશ દયાલ તેને જાતીય અને માનસિક રીતે હેરાન કરતો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, યશ દયાલ તેના સિવાય બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો. 

આ પણ વાંચો: કેપ્ટન બનતા જ ફટકારી ત્રેવડી સદી, સ્ટાર ખેલાડી ન તોડી શક્યો સેહવાગનો રેકોર્ડ

તમને જણાવી દઈએ કે, પીડિતાએ પોલીસને યશ દયાલ સાથેના તેના સંબંધોના વોટ્સએપ ચેટ સ્ક્રીનશોટ, વીડિયો કોલ અને ફોટાના પુરાવા આપ્યા હતા. પીડિતાએ કડક કાર્યવાહીની માગ કરી છે. આ દરમિયાન, યશ દયાલના પિતાનું કહેવું છે કે, તે યુવતીને ઓળખતો નથી. આ યુવતીએ આ આરોપો કેમ લગાવ્યા છે તે સમજની બહાર છે. જ્યારે યશ દયાલે યુવતીના તમામ આરોપોને ખોટા ગણાવ્યા.

Tags :