Get The App

કેપ્ટન બનતા જ ફટકારી ત્રેવડી સદી, સ્ટાર ખેલાડી ન તોડી શક્યો સેહવાગનો રેકોર્ડ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
કેપ્ટન બનતા જ ફટકારી ત્રેવડી સદી, સ્ટાર ખેલાડી ન તોડી શક્યો સેહવાગનો રેકોર્ડ 1 - image


Wiaan Mulder 300 Run Record: સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે સોમવારે બુલાવાયોના ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ઝિમ્બાબ્વે  વિરૂદ્ધ ત્રેવડી સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. કેપ્ટનશીપની શરૂઆતમાં જ આટલો મોટો રેકોર્ડ બનાવનારો પહેલો ખેલાડી બન્યો છે. મુલ્ડરે પહેલાં જ દિવસે ટેસ્ટ કેપ્ટનશીપનો ડેબ્યૂ પર સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડના ગ્રાહમ ડાઉલિંગનો દાયકાઓ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ડાઉલિંગે 1969માં ક્રાઈસ્ટ ચર્ચમાં ભારત વિરૂદ્ધ કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ઈનિંગમાં જ 239 રન બનાવ્યા હતાં.

કેપ્ટન તરીકે સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ

ઓવરનાઈટ સ્કોર 264 નોટ આઉટ સાથે મુલ્ડરે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. બીજા દિવસે 2003માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ગ્રીમ સ્મિથના 277 રનનો રેકોર્ડ તોડ્યો હતો. બાદમાં મુલ્ડરે ત્રેવડી સદી ફટકારી હતી. આ ત્રેવડી સદી તેણે 297 બોલમાં જ પૂરી કરી હતી. આ સાથે તે કેપ્ટન તરીકે સૌથી વધુ ત્રેવડી સદી ફટકારો ટોચનો ખેલાડી બન્યો છે. જ્યારે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનારો સાઉથ આફ્રિકાનો બીજો ખેલાડી બન્યો છે.

વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડથી થોડે પાછળ

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના નામે પણ ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેણે 2008માં ચેન્નઈમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 278 બોલમાં 300 રન ફટકાર્યા હતાં. મુલ્ડર સેહવાગનો રેકોર્ડ તોડી શક્યો નથી. ગતવર્ષે મુલ્તાનમાં પાકિસ્તાન વિરૂદ્ધ હેરી બ્રુકનો 310 બોલમાં 300 રન ફટકારવાનો રેકોર્ડ તોડી બીજા ક્રમે સ્થાન મેળવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે 21મી ટેસ્ટ રમી રહેલો મુલ્ડર બીજો ખેલાડી છે. જેણે 300 રન બનાવ્યા છે. અગાઉ હાશિમ અમલાએ પણ 300 રન ફટકાર્યા હતાં.

આ પણ વાંચોઃ ICC ને મળ્યાં નવા CEO, જાણો કોણ છે સંજોગ ગુપ્તા? 25 દેશની 2500 અરજીમાં થયા શોર્ટલિસ્ટ

300 રન બનાવનારો સૌથી યુવા કેપ્ટન

મુલ્ડરે ટેસ્ટમાં કેપ્ટન તરીકે 300 રન બનાવી 61 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 27 વર્ષીય મુલ્ડરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનને પાછળ પાડ્યો છે. તેણે 1964માં માનચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 311 રન ફટકાર્યા હતાં.

સૌથી ઝડપી ત્રેવડી સદી

278 બોલ - વિરેન્દ્ર સેહવાગ, ભારત Vs સાઉથ આફ્રિકા - ચેન્નઈ, 2008

297 બોલ- વિયાન મુલ્ડર, સાઉથ આફ્રિકા  Vs ઝિમ્બાબ્વે - બુલાવાયો 2025

310 બોલ - હેરી બ્રુક, ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન - મુલતાન 2024.

362 બોલ - મેથ્યુ હેડન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વે - પર્થ 2003.

ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર સૌથી યુવા કેપ્ટન

27 વર્ષ 138 દિવસ - વિઆન મુલ્ડર (300*), દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે - બુલાવાયો 2025.

28 વર્ષ 171 દિવસ - બોબ સિમ્પસન (311), ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ - માન્ચેસ્ટર 1964.

29  વર્ષ 61 દિવસ - મહેલા જયવર્ધને (૩૭૪), શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - કોલંબો 2006.

30 વર્ષ 276 દિવસ - માઈકલ ક્લાર્ક (329*), ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત - સિડની 2012.

કેપ્ટન બનતા જ ફટકારી ત્રેવડી સદી, સ્ટાર ખેલાડી ન તોડી શક્યો સેહવાગનો રેકોર્ડ 2 - image

Tags :