Get The App

12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ 1 - image

Image: IANS




MP CM Mohan Yadav Bans Coldrif Cough Syrup: છિંદવાડામાં 9 બાળકોના મૃત્યુ બાદ મધ્ય પ્રદેશમાં Coldrif કફ સિરપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે આ સંબંધે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગુનેગારોને છોડવામાં નહીં આવે.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

મુખ્યમંત્રી યાદવે 'X' પર લખ્યું કે, 'છિંદવાડામાં Coldrif સિરપના કારણે બાળકોનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. આ સિરપનું વેચાણ આખા મધ્ય પ્રદેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. સિરપ બનાવનારી કંપનીના અન્ય પ્રોડક્ટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. સિરપ બનાવનારી ફેક્ટરી કાંચીપુરમમાં છે, તેથી ઘટના સામે આવ્યા બાદ તમિલનાડુ સરકારને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શનિવારે વહેલી સવારે જ તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટના આધારે કડક એક્શન લેવામાં આવ્યા છે. બાળકોનું દુઃખદ મૃત્યુ બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી હતી. રાજ્ય સ્તરે પણ આ મામલે તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે.'

આ પણ વાંચોઃ RSSની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યાં કોંગ્રેસ નેતા, એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો

તપાસ ટીમનું કરાયું ગઠન

સ્થાનિક સ્તરે છિંદવાડા વહીવટી તંત્રએ પહેલાં જ Coldrif અને Nextro-DS સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે રાજ્ય સ્તર પર વિશેષ તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને તબીબોની ભૂમિકાની તપાસ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર(NCDC)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે, જે સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે. 

સિરપના સેવન બાદ બાળકોનું મૃત્યુ?

નોંધનીય છે કે, છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાઈરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાગ મુજબ, સિરપનું સેવન કર્યા બાદ બાળકોની સ્થિતિ બગડવા લાગી હતી. તેઓ છિંદવાડા અને નાગપુરની હૉસ્પિટલમાં દાખલ થયા. પરંતુ, અનેક બાળકોને બચાવી ન શકાયા.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

મૃતકોમાં શિવમ, વિધિ, અદનાન, ઉસૈદ, ઋષિકા, હેતાંશ, વિકાસ, ચંચલેશ અને સંધ્યા જેવા માસૂમ બાળકો સામેલ છે. પરિવારનો આરોપ છે કે, શરદી-ખાંસીની સમસ્યાએ તેમના બાળકોનો ભોગ લીધો. 

આરોગ્ય વિભાગની વાલીઓને સલાહ

આરોગ્ય વિભાગે માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ ડૉક્ટરની સલાહ વિના બાળકોને કોઈપણ દવા ન આપે. વધુમાં, 1,400થી વધુ બાળકો માટે જિલ્લા સ્તરીય સ્ક્રિનિંગ ઝુંબેશ ચાલી રહી છે જેથી સંભવિત અસરગ્રસ્ત બાળકોને વહેલા ઓળખી શકાય.

Tags :