India

કોકરોચ પાર્ટીના નેતાઓ જંતર મંતરમાં ઘૂસ્યા, તિરંગો લહેરાવ્યો

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે જંતર-મંતર પર પ્રદર્શનો પર કાયમી પ્રતિબંધ મૂક્યો. બીજા જ દિવસે, કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિતના નેતાઓ પાછળના ગેટ કૂદીને અંદર ઘૂસ્યા. તેઓએ પ્રતિબંધનો વિરોધ કર્યો અને ધરણા પર બેઠા, જોકે પોલીસે તેમની અટકાયત કરી. વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલનો ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોકરોચ પાર્ટીના નેતાઓ જંતર મંતરમાં ઘૂસ્યા, તિરંગો લહેરાવ્યો
  • પ્રતિબંધ મુક્યાના બીજા દિવસે ગુપ્ત રીતે પ્રવેશ કરી વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી : દિલ્હી પોલીસે જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો કરવા પર કાયમ માટે પ્રતિબંધ મુક્યો તેના બીજા જ દિવસે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ જંતર મંતરની અંદર ઘૂસી ગયા હતા. અને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મુકવાના દિલ્હી પોલીસના આદેશનો વિરોધ કર્યો હતો. સવારે પાછળનો ગેટ કુદીને જંતર મંતરમાં ઘૂસેલા કોકરોચ પાર્ટીના સૌરવ દાસ, આશુતોષ રાંકા સહિતના ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા, જોકે પોલીસ દ્વારા બાદમાં તમામની અટકાયત કરવામાં આવી હતી.
વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે દિલ્હીમાં આંદોલનો ચાલી રહ્યા છે, એવામાં આંદોલન માટે પ્રખ્યાત જંતર મંતરને હવે મંજૂરી માટેના સ્થળોમાંથી બાદ કરી દેવાયું છે. જેને પગલે મંગળવારે કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા, સૌરવ દાસ વગેરે પોલીસ અને સુરક્ષાદળોથી બચીને જંતર મંતરનો ગેટ પાર કરીને અંદર પ્રવેશ્યા હતા. કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું હતું કે જંતર મંતર નામનો કિલ્લો અમે ફરી કબજે કરી લીધો છે અને ત્યાં તિરંગો ફરકાવી દીધો છે. જ્યારે જ્ઞાાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનો દરમિયાન મહિલાઓ સાથે પોલીસ દ્વારા મારપીટ કરાઇ હોવાના આરોપો સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનની બહાર એનએસયુઆઇના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. એનએસયુઆઇની મહિલા નેતાને મહિલા પોલીસકર્મી દ્વારા વાળ પકડીને ઘસડવામાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ એનએસયુઆઇના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. સિવિલ સોસાયટીના લોકો અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ રાહુલ ગાંધીના ઘર પર મીડિયા સાથે વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે વોટચોરીમાં સામેલ હશે તેને છોડવામાં નહીં આવે. આ વિરોધ પ્રદર્શનો નહીં અટકે. રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓને પોતાના ઘરે ચા નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં કોંગ્રેસ ઉપરાંત ડાબેરી પક્ષના નેતાઓ, ટીએમસી, સમાજવાદી પાર્ટીના નેતાઓ સામેલ હતા.