વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ...: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

200 Units Free Electricity in Tamil Nadu : તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. ટીવીકે (TVK) ચીફ સી. જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પદ સંભાળતાની સાથે જ સુપરસ્ટાર વિજય સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે શપથ ગ્રહણ કર્યાની ગણતરીની મિનિટોમાં જ જનતા માટે મોટી જાહેરાતોનો પટારો ખોલી દીધો છે.
મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજયે સૌથી પહેલા મહત્ત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં મુખ્યત્વે ત્રણ મહત્ત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે:
1. 200 યુનિટ મફત વીજળી: રાજ્યના નાગરિકોને રાહત આપતા વિજય સરકારે 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.
2. ડ્રગ્સ વિરુદ્ધ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ: રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
3. મહિલા સુરક્ષા: મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ એક અલગ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શપથ ગ્રહણ કર્યા બાદ જનતાને સંબોધિત કરતા વિજયે જણાવ્યું હતું કે, તેમણે અગાઉ જે વચન આપ્યું હતું તે મુજબ મુખ્યમંત્રી બનતાની સાથે જ કામગીરી શરૂ કરી દીધી છે. ડ્રગ્સ મુક્ત તમિલનાડુ અને મહિલાઓની સુરક્ષા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.
નોંધનીય છે કે, વિજયે ચૂંટણી પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ સત્તા પર આવતાની સાથે જ લોકકલ્યાણના કામોને વેગ આપશે.









