India

દિલ્હીમાં નેવી ભવનમાં કાર્યરત ક્લાર્ક પાકિસ્તાનનો જાસૂસ નીકળ્યો, ISIને મોકલતો ગુપ્ત માહિતી

By GS TEAM
26 Jun 20253 mins read
TukuTouch Logo
દિલ્હી સ્થિત નેવી ભવનથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નેવી ભવનમાં અપર ડિવિઝન ક્લાર્ક(UDC)ના પદ પર કામ કરી રહ્યો હતો, તેના પર પાકિસ્તાનની ગુપ્ત એજન્સી માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાજસ્થાન પોલીસની ગુપ્ત વિંગે તેની ધરપકડ કરી છે. આ ધરપકડે દેશની સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચાવી દીધો છે. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે આ મોટી કાર્યવાહી કરીને વિશાલ યાદવની બુધવારે (25 જૂને) શાસકીય ગુપ્તચર અધિનિયમ 1923 હેઠળ ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં નેવી ભવનમાં કાર્યરત ક્લાર્ક પાકિસ્તાનનો જાસૂસ નીકળ્યો, ISIને મોકલતો ગુપ્ત માહિતી
Image: X @defencealerts

Pakistani Spy Caught who Work in Navy Bhawan: દિલ્હી સ્થિત નેવી ભવનથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નેવી ભવનમાં અપર ડિવિઝન ક્લાર્ક(UDC)ના પદ પર કામ કરી રહ્યો હતો, તેના પર પાકિસ્તાનની ગુપ્ત એજન્સી માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાજસ્થાન પોલીસની ગુપ્ત વિંગે તેની ધરપકડ કરી છે. આ ધરપકડે દેશની સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચાવી દીધો છે. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે આ મોટી કાર્યવાહી કરીને વિશાલ યાદવની બુધવારે (25 જૂને) શાસકીય ગુપ્તચર અધિનિયમ 1923 હેઠળ ધરપકડ કરી હતી.

રાજસ્થાન CIDએ કરી ધરપકડ

પોલીસ મહાનિરીક્ષક CID સુરક્ષા વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું કે, 'પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવતી જાસૂસી પ્રવૃત્તિઓ પર સીઆઈડી ઇન્ટેલિજન્સ રાજસ્થાન સતત નજર રાખી રહ્યું હતું અને આ દેખરેખ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે નેવી ભવન દિલ્હીમાં ડોકયાર્ડ ડિરેક્ટોરેટમાં કાર્યરત વિશાલ યાદવ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં AAPમાં ડખાં, દંડક પદેથી ઉમેશ મકવાણાનું રાજીનામું પણ ધારાસભ્ય પદ અંગે અસમંજસ

આ મહિલાનું નામ પ્રિયા શર્મા હોવાનું કહેવાય છે. તેણે વિશાલને પૈસાની લાલચ આપીને નેવી ભવનથી વ્યુહાત્મક રૂટે મહત્ત્વની ગુપ્ત માહિતીની સૂચના કઢાવવા માટે ઉકસાવ્યો હતો.

ઓનલાઇન ગેમ રમવાની આદત

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, કે વિશાલ યાદવ ઓનલાઈન ગેમ્સ રમવાનો વ્યસની હતો અને પોતાની નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે દેશની સુરક્ષા સાથે ચેડાં કરવાનું શરૂ કર્યું હતું. તે પાકિસ્તાની મહિલા હેન્ડલરને સંવેદનશીલ માહિતી આપીને તેના ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ એકાઉન્ટમાં USDT અને સીધા તેના બેંક ખાતામાં ભંડોળ મેળવતો હતો.

મોબાઈલ ચેક કરતા મળ્યા ચોંકાવનારા તથ્ય

શંકાસ્પદના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ બાદ જે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે તે વધુ ગંભીર છે. તેના મોબાઇલ ફોનમાંથી મળેલી ચેટ્સ અને દસ્તાવેજોના અવલોકનમાં જાણવા મળ્યું  કે વિશાલ યાદવે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ મહિલા પાકિસ્તાની હેન્ડલરને નેવી અને અન્ય સંરક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. આ દર્શાવે છે કે તે લાંબા સમયથી આ જાસૂસી રેકેટનો ભાગ હતો.

આ પણ વાંચોઃ વડોદરા-કરજણ વચ્ચેનો હાઈવે ત્રાસદાયક બન્યો, 12 કિલોમીટરનો ચક્કાજામ, તંત્ર પર ફિટકાર

અલગ-અલગ એજન્સીઓ સાથે પૂછપરછ

વિવિધ ગુપ્ત એજન્સીઓ દ્વારા જયપુરના કેન્દ્રીય પૂછપરછ કેન્દ્ર પર વિશાલ સાથે સંયુક્ત રૂપે પૂછપરછ કરવામાં આવી રહી છે, સુરક્ષા એજન્સી હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ રેકેટમાં બીજા કોણ-કોણ સામેલ છે અને કેટલી સંવેદનશીલ જાણકારી લીક થઈ છે. 

સોશિયલ મીડિયા દ્વારા જાસૂસી

આ ધરપકડ એકવાર ફરી એ વાતને રેખાંકિત કરે છે કે, દુશ્મન એજન્સીઓ દેશની અંદર પોતાની ઘૂસણખોરી કરવા માટે વિવિધ ષડયંત્રોનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયા તેમાં મહત્ત્વનું માધ્યમ બને છે. સુરક્ષા એજન્સીઓ સામાન્ય જનતાને અપીલ કરે છે કે, સોશિયલ મીડિયા પર કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા ગતિવિધિ પ્રતિ સાવચેત રહો અને તાત્કાલિક ધોરણે તેને માહિતી આપો.