India

મણિપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા સ્ટારલિંકના ઉપયોગનો દાવો: ઈલોન મસ્કે કહ્યું- ભારતમાં સિગ્નલ જ બંધ છે!

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
એલન મસ્કે ભારતમાં સ્ટારલિંકના ઉપયોગ અંગેના દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતમાં સ્ટારલિંક ઉપગ્રહો બંધ છે, તેથી તેનો ઉપયોગ શક્ય નથી. મણિપુરમાં ઉગ્રવાદીઓ પાસેથી સ્ટારલિંક ઉપકરણો જપ્ત થયાના દાવાને મસ્કે ખોટો ગણાવ્યો. કંપની ભારતમાં 20 પ્રવેશ કેન્દ્રો અને સેંકડો એન્ટેના સાથે વ્યાપારી સેવાઓ શરૂ કરવા તૈયાર છે, જે દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મણિપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા સ્ટારલિંકના ઉપયોગનો દાવો: ઈલોન મસ્કે કહ્યું- ભારતમાં સિગ્નલ જ બંધ છે!

Elon Musk Starlink India Denial : સ્પેસએક્સના પ્રમુખ એલન મસ્કે ભારતમાં ઉગ્રવાદી જૂથો દ્વારા સ્ટારલિંકના ઉપયોગને લઈને કરવામાં આવેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. મસ્કે સ્પષ્ટ કર્યું છે કે ભારતના ઉપર સ્ટારલિંકના ઉપગ્રહો બંધ છે. જેથી આ દાવો તદ્દન ખોટો છે કે દેશમાં ક્યાંય પણ સ્ટારલિંકનો ઉપયોગ થયો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટના જવાબમાં તેમણે આ સ્પષ્ટતા કરી હતી, જે એવા સમયે સામે આવી છે જ્યારે કંપની ભારતમાં પોતાની વ્યાપારી સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

મણિપુરના દાવા અને વાસ્તવિકતા

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે સુરક્ષા બળોએ મ્યાનમાર સરહદ પાસે મણિપુરમાં સક્રિય ઉગ્રવાદી જૂથો પાસેથી સ્ટારલિંક ઉપકરણો જપ્ત કર્યા છે. આ દાવા સામે સવાલ ઉઠાવતા એક સોશિયલ મીડિયા યુઝરે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય ક્ષેત્ર ઉપર સ્ટારલિંકના સિગ્નલ જ બંધ છે, ત્યારે ઉપકરણોનું જોડાણ અશક્ય છે. એલન મસ્કે આ વાતનું સમર્થન કરતા ઉપરોક્ત અહેવાલોને નકારી કાઢ્યા છે.

ભારતમાં વ્યાપારી સેવા શરૂ કરવાની તૈયારીઓ

ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દરમિયાન સ્ટારલિંકના બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે જણાવ્યું હતું કે કંપનીએ ભારતીય સુરક્ષા જરૂરિયાતો અને નિયમોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. કંપનીએ દેશમાં 20 પ્રવેશ કેન્દ્રો સ્થાપ્યા છે અને સેંકડો એન્ટેના લગાવ્યા છે. આ ઉપરાંત ભારતીય ગ્રાહકોનો ડેટા ભારતમાં જ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કંપની છેલ્લા 5 વર્ષથી ભારતીય નિયમનકારો અને ટેલિકોમ ઉદ્યોગ સાથે મળીને કામ કરી રહી છે.

દૂરસંચાર અને કટોકટીમાં ઉપયોગીતા

સ્ટારલિંક એવા આંતરિયાળ વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે. જ્યાં કેબલ કે મોબાઇલ નેટવર્ક પહોંચાડવું મુશ્કેલ છે. આનાથી દૂરના વિસ્તારોની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ, હોસ્પિટલોમાં ટેલીમેડિસિન તેમજ પૂર કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન વૈકલ્પિક સંચાર વ્યવસ્થા ઊભી કરવામાં મોટી મદદ મળી રહેશે.