India

'CJP ને અમેરિકાથી ફંડ મળી રહ્યાં છે : વડાપ્રધાન મોદી માટે કહ્યું : 'તેઓએ ભારતની 25 વર્ષ સેવા કરી છે'

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
આફ્રિકી-અમેરિકી સિંગર મેરી મિલબેને ન્યૂયોર્કમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, CJB પાર્ટીને અમેરિકી માલેતુજારો પાસેથી ફંડ મળે છે. મિલબેને કહ્યું કે ન્યૂયોર્કના મેયર મમદાની મોહન ભાગવતનો વિરોધ કરતા હતા કારણ કે ભાગવત મોદી તરફી છે. સિંગરે ભારતીય લોકોને સંબોધિત કરતા કહ્યું કે, તમારા વડાપ્રધાન અમેરિકાની વિઘટનવાદી તાકાતો સામે ઝૂકશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'CJP ને અમેરિકાથી ફંડ મળી રહ્યાં છે : વડાપ્રધાન મોદી માટે કહ્યું : 'તેઓએ ભારતની 25 વર્ષ સેવા કરી છે'
  • આફ્રિકી-અમેરિકી સિંગરનો ચોંકાવનારો ઘટસ્ફોટ
  • ન્યૂયોર્કના મેયર મમદાની પર પ્રહારો કરતાં મિલબેને કહ્યું : 'તેઓ સંઘ પ્રમુખ ભાગવતનો વિરોધ એમ કરતા હતા કે ભાગવત મોદી તરફી છે'

નવી દિલ્હી : ભારતમાં જ્યારે કોંક્રોચ જનતા પાર્ટી (સીજેપી) કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું ત્યાગપત્ર માગ્યા પછી હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને પદ પરથી હઠાવવા આંદોલન ચલાવી રહી છે, ત્યારે ભારત અંગે વારંવાર પોતાનું મંતવ્ય આપતાં આફ્રીકી મૂળના અમેરિકન સિંગર મેરી મિલબેને આક્ષેપ કર્યો છે કે, સીજેપીને અમેરિકી માલેતુજારો તરફથી ફંડો મળી રહ્યા છે. તેટલું જ નહીં પરંતુ ભારતના લોકોને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે : 'તમારા વડાપ્રધાને ૨૫ વર્ષ સુધી તમારા દેશની સેવા કરી છે. ૧૨ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. સતત ૩ વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓ અમેરિકાની વિઘટનવાદી તાકાતો સામે ઝૂકે તેવા નથી.
ન્યૂયોર્કના મેયર મમદાની ઉપર પણ પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એક્સ ઉપર કરેલા પોસ્ટમાં આ ખ્યાતનામ ગાયિકાએ વધુમાં લખ્યું કે ન્યૂયોર્કના મેયર મમદાની મોહન ભાગવત (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર-સંઘ સંચાલક)નો વિરોધ એટલા માટે કરી રહ્યા હતા, કે ભાગવત નરેન્દ્ર મોદી તરફી છે.
કોક્રોચ જનતા પાર્ટી ઉપર ફરી પ્રહારો કરતાં તેઓએ કહ્યું કે, '..તે ચુનિંદા ડોનર્સનો દુનિયાભરમાં એક જ ધંધો છે, તેઓ તેમને ન ગમતા વૈશ્વિક નેતાઓને નિશાન બનાવે છે. અમેરિકામાં ભણેલા યુવાનોને શોધી કાઢવા અને તેમને કટ્ટરપંથી બનાવવા. તેમને સ્વદેશ મોકલવા અને અરાજકતા તથા તબાહી ફેલાવવી. તે માટે તેમને ફંડો પણ આપવા, તેમાં તેઓ સફળ નહીં થાય. પરંતુ, સંબંધિત દેશનાં શાસન અને વિકાસ ઉપર અસર જરૂર પાડે છે.