India

સીજેઆઈ સૂર્યકાંતનો આજે વિપક્ષને મળવા ઈનકાર

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
નવી દિલ્હી: મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા મુલાકાતની અરજી ફગાવી દીધી છે. ચૂંટણી યાદી સુધારણા મુદ્દે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનો વચ્ચે, વિપક્ષ સોમવારે CJIને આવેદનપત્ર આપવા માંગતો હતો. જોકે, CJIએ વિપક્ષની મુલાકાત અને આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. વિપક્ષે માર્ચ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીજેઆઈ સૂર્યકાંતનો આજે વિપક્ષને મળવા ઈનકાર

નવી દિલ્હી : દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની મુલાકાતની અરજી નકારી કાઢીને સોમવારની માર્ચ પહેલાં તેમને મોટો ફટકો આપ્યો છે. દેશમાં ચૂંટણી યાદીમાં સુધારા માટેની 'સર' કાર્યવાહી મુદ્દે મુખ્ય ચૂંટણી જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધ ભારે આક્રોશ ફેલાયેલો છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કર્યા પછી સોમવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને મળી આવેદન આપવા સમય માગ્યો હતો. વિપક્ષના નેતાઓ સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજી સીજેઆઈ સૂર્યકાંતને સીઈસી જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધ આવેદનપત્ર આપવાના હતા. આ આવેદનપત્રમાં જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માગ, વોટ ચોરી રોકવા, 'સર' કાર્યવાહી રોકવાની માગનો સમાવેશ થાય છે., જોકે, સીજેઆઈએ વિપક્ષની મુલાકાત અને આવેદનપત્ર સોંપવાની માગ નકારી કાઢી છે. સીજેઆઈ ઓફિસના સૂત્રોએ કહ્યું કે, સીજેઆઈએ રવિવારે ઈમેલ કરીને વિપક્ષના નેતાઓને તેમના નિર્ણયની જાણ કરી હતી અને તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. જોકે, સીજેઆઈના ઈનકાર બાદ વિપક્ષના નેતાઓએ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજવા અને તેમની માગો ઉઠાવવાના મુદ્દા પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે.