Get The App

છત્તીસગઢ : બીજાપુરમાં સેનાનું મોટું ઓપરેશન, અથડામણમાં કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
છત્તીસગઢ : બીજાપુરમાં સેનાનું મોટું ઓપરેશન, અથડામણમાં કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત 1 - image


Bijapur Naxals Encounter : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. બે દિવસ ચાલેલી અથડામણમાં જવાનોએ બે મહિલા સહિત 17 લાખના ઈનામી ચાર નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ શનિવારે (26 જુલાઈ) સાંજે અથડામણ શરૂ થયા બાદ રવિવારે બપોર સુધીમાં ઓપરેશન પાર પાડી હથિયારોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ દરમિયાન બંને તરફી સતત બે દિવસ સામેસામે ગોળીબાર થયો હતો.

કમાન્ડર ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

સુરક્ષા દળોને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના બાસાગુડા અને ગંગલૂર ગામના સરહદી જંગલોમાં નક્સલવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન વખતે નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટનામાં દક્ષિણ સબ ઝોનલ બ્યૂરોના ચાર નક્સલીઓ ઠાર કરી દેવાયા છે. તેમાં ત્રણ એસીએમ સ્તરના અને એક પાર્ટી કમાન્ડર પણ સામેલ છે. ઘટના સ્થળ પરથી એક સેલ્ફ-લોડિંગ રાઈફલ, એક ઈન્સાસ રાઈફલ, એક લી-એનફીલ્ડ રાઈફલ, એક 12 બોરની બંદૂક, બટ્ટ ગ્રેનેડ લોન્ચર, સિંગલ શૉટ હથિયાર સહિત મોટાપ્રમાણમાં વિસ્ફોટ સામગ્રી અને નક્સલીને લગતો સામાન જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : 10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ

પોલીસ જવાનો - નક્સલીઓ વચ્ચે સામેસામે ગોળીબાર

બીજાપુર પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું કે, જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં નક્સલીઓ હોવાની સૂચના મળ્યા બાદ ડીઆરજી બીજાપુરની ટીમે સર્ચ અભિયાન ચલાવ્યું હતું. શનિવારે પોલીસના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ વખતે ભારે ગોળીબાર થયો હતો. અથડામણ બાદ ઘટનાસ્થળેથી હથિયારો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે. ઠાર કરાયેલા માઓવાદીમાં 5-5 લાખ ઈનામના ત્રણ અને બે લાખ ઈનામનો એક નક્સલી સામેલ છે.

આ પણ વાંચો : માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની 'એન્ટ્રી', મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવશે આ દ્રશ્યો?

Tags :