Get The App

VIDEO : છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ રૂ.89 લાખનું ઈનામ હતું

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ રૂ.89 લાખનું ઈનામ હતું 1 - image


Chhattisgarh Naxalites Surrender : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં મંગળવારે 28 નક્સલવાદીઓએ હથિયાર હેઠા મૂકીને આત્મસમર્પણ કર્યું છે. આ 28 માઓવાદીઓમાંથી 22 પર કુલ 89 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 19 મહિલાઓનો સમાવેશ થાય છે.

સરેન્ડર કરનારાઓમાં ચાર હાર્ડકોર કેડર પણ સામેલ

બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે જણાવ્યું કે, આ માઓવાદીઓએ રાજ્ય સરકારની યોજના અને નવી સરન્ડર તથા પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આ પગલું ભર્યું છે. સરન્ડર કરનારાઓમાં ઈસ્ટ બસ્તર ડિવિઝનની મિલિટરી કંપની નંબર-6ના ચાર હાર્ડકોર કેડર પણ સામેલ છે, જેમના પર આઠ-આઠ લાખ રૂપિયાનું ઈનામ હતું.

આ પણ વાંચો : ‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર

50 દિવસમાં 512થી માઓવાદીનું આત્મસમર્પણ

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 50 દિવસમાં નારાયણપુર સહિત બસ્તર રેન્જના સાત જિલ્લાઓમાં 512થી વધુ માઓવાદી કેડરોએ હિંસાનો રસ્તો છોડી દીધો છે. આ અગાઉ સુકમામાં પણ 48 લાખના ઈનામી 15 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું, જેમાં સંસ્થાની સૌથી મજબૂત બટાલિયન નંબર-1ના સભ્યો પણ હતા.

આ પણ વાંચો : ‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

Tags :