For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્દ્રની મંજૂરી મળતા CBI પી. ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે

INX મીડિયા કેસમાં નવો વળાંક

INXને વિદેશમાંથી ૩૦૫ કરોડ મેળવવાની મંજૂરી ખોટી રીતે અપાઇ હતી

Updated: Feb 22nd, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨Article Content Image

કેન્દ્ર સરકારે પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની તપાસ કરવાની પરવાનગી આપી દેતા સીબીઆઇ આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ પ્રધાન સામે ચાર્જશીટ દાખલ કરશે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ૧૫ મે, ૨૦૧૭ના રોજ આ કેસમાં એફઆઇઆર દાખલ કરી હતી. આ કેસની વિગતો એવી છે કે ૨૦૦૭માં જ્યારે પી ચિદમ્બરમ નાણા પ્રધાન હતાં ત્યારે આઇએનએેક્સને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૃપિયાનું ભંડોળ મેળવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ(એફઆઇપીબી) દ્વારા આપવામાં આવેલી મંજુરીમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. 

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઇ મુજબ સરકારી હોદ્દો ધરાવતી કોઇ પણ વ્યકિત સામે  તપાસ શરૃ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડે છે. 

સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બંને આઇએનએેક્સ મીડિયાને વિદેશી ભંડોળ મેળવવા માટે અપાયેલી મંજૂરી ની તપાસ કરી રહી છે.


Gujarat