India

CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધી, SIR માં ગરબડના આરોપોનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ બાદ વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ આ અરજી કરી છે. તેમાં SIRમાં ગરબડ અને 13 કરોડ મતદાતાઓના નામ હટાવાયાની SIT તપાસની માંગ કરાઈ છે. બે ચૂંટણી કમિશનરની સહમતિ વગર લેવાયેલા નિર્ણયોને ગેરકાયદેસર ઠેરવી, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધી, SIR માં ગરબડના આરોપોનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

CEC Gyanesh Kumar Controversy: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)માં ગરબડ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અરજી અંગ્રેજી અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પબ્લિશ થયેલા રિપોર્ટના કેટલાક દિવસો બાદ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ SIR સાથે જોડાયેલા નિર્ણયો અને આદેશ અંગે ઓછામાં ઓછી 14 વાર વાંધો દર્શાવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટનો સંદર્ભ ટાંકીને બે ચૂંટણી કમિશનરની સહમતિ વગર લેવાયેલા નિર્ણયો અને આદેશોને ગેરકાયદેસર જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

અરજીમાં SIT તપાસની માગ

બંધારણની કલમ 32 અંતર્ગત વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. અરજીકર્તાની માગ છે કે, આ મામલે SIT તપાસ કરાવવામાં આવે કે, મતદાતા યાદીમાંથી 13 કરોડ મતદાતાના નામ કેવી રીતે હટાવવામાં આવ્યા.

રિપોર્ટમાં ચૂંટણી કમિશનરની સહમતિ વગર લેવાયેલા નિર્ણયો અંગે સવાલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં ‘ફોર્મ 6’માં બદલાવ અને ચૂંટણી યાદીના ડેટાના સંચાલન સાથે જોડાયેલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જે નિર્ણયો તેમની જાણકારી વગર કે તેમની ભલામણની વિરુદ્ધ થઈને લેવામાં આવ્યા છે, તેની સામે વાંધો છે.

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ

અરજીમાં આ રિપોર્ટના આધારે RP એક્ટ અંતર્ગત જ્ઞાનેશ કુમાર પર કેસ ચલાવવાની માગ કરી છે. અરજીકર્તાએ વિશેષ રૂપે સક્ષમ અદિકારીને નિર્દેશ આપવાની પણ માગ કરી છે કે, તેઓ ‘રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ ઍક્ટ, 1950’ની કલમ 32 અંતર્ગત ફરિયાદ દાખલ કરે અને કેસ ચલાવે. અરજીમાં જ્ઞાનેશ કુમાર, સિનિયર ડેપ્યૂટી ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ, ડાયરેક્ટ જનરલ (IT) સીમા ખન્ના અને ફરજભંગ કરનારા તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

અરજી પ્રમાણે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ મે 2026માં ‘ફોર્મ 6’ બદલવા મામલે વાંધો ઉઠાવ્યો હતો. જોશીએ કહ્યું હતું કે, ‘મતદાતા નોંધણી નિયમ, 1960’માં જરૂરી સુધારો કર્યા વગર કાયદાકીય ફોર્મમાં બદલાવ ન કરી શકાય. ત્યારબાદ સંધૂએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું.