India

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

By GS TEAM
18 Sep 20252 mins read
TukuTouch Logo
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેસન સિંદૂર પાર પાડી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી, જેની આજે પણ ચર્ચાઓ ચાલી રહી છે. સેનાએ 7થી 10 મે સુધી ઓપરેશન ચલાવી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ અને એરબેઝને નષ્ટ કરી દીધા હતા. ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? તે અંગે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે કારણ સમજાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

Operation Sindoor : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેસન સિંદૂર પાર પાડી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી, જેની આજે પણ ચર્ચાઓ ચાલી રહી છે. સેનાએ 7થી 10 મે સુધી ઓપરેશન ચલાવી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ અને એરબેઝને નષ્ટ કરી દીધા હતા. ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? તે અંગે દેશના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે કારણ સમજાવ્યું છે.

અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો : CDS

સીડીએસ ચૌહાણે રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને 7મી મેની રાત્રે એકથી દોઢ વાગ્યાની વચ્ચે અંજામ આપ્યો હતો. તેમણે આ સમય પસંદ કરવા પાછળના બે મુખ્ય કારણો જણાવ્યા છે. તેમણે પ્રથમ કારણ જણાવ્યું છે કે, ‘અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો હતો કે અમે રાત્રે અંધારામાં પણ સચોટ તસવીરો (ઇમેજરી) લઈ શકીશું અને પુરાવાઓ એકઠા કરી શકીશું. સામાન્ય રીતે રાત્રિ દરમિયાન સેટેલાઇટ ફોટોગ્રાફી કરવી એ સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ સેનાએ પોતાની ટૅક્નોલૉજી પર ભરોસો રાખીને આ પડકાર પાર પાડ્યો હતો.’

આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર

ભારતે પાકિસ્તાની નાગરિકોના જીવની કિંમત સમજી

સીડીએસ બીજા કારણમાં કહ્યું છે કે, ‘હુમલો કરવાનો સૌથી સારો સમય સવારે 5.30થી 6.00 વાગ્યાની વચ્ચે હોય છે, જ્યારે દિવસની શરુઆત થાય છે. જોકે આ સમયે પહેલી અજાન અને નમાજ થાય છે અને તે સમયે બહાવલપુર અને મુરીદકેમાં અનેક લોકોની અવરજવર થતી હોય છે. જો અમે સવારે હુમલો કરીએ તો ઘણાં નિર્દોષ નાગરિકોના મોત થઈ શકે છે. તેથી સેનાએ નાગરિકોના જીવને ધ્યાને રાખી, તેમને બચાવવા માટે અને માત્ર આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કરવા માટે રાત્રે એકથી દોઢ વાગ્યાનો સમય પસંદ કર્યો હતો.’

આ પણ વાંચો : ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન