Get The App

વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! ધો.9માં ઓપન બુક એક્ઝામને CBSEની મંજૂરી

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! ધો.9માં ઓપન બુક એક્ઝામને CBSEની મંજૂરી 1 - image


Class 9 Open Book Exam : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ-9ના વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. બોર્ડે વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્રમાં ધોરણ-9માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ઓપન-બુક એક્ઝામ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી શૈક્ષણિક સત્ર દરમિયાન ત્રણ વખત પરીક્ષા લેવાતી હતી, જેમાં માત્ર પેન અને પેપરનો ઉપયોગ કરી શકાતો હતો. જોકે હવે નવા પ્રસ્તાવ મુજબ વિદ્યાર્થીઓ પુસ્તકો જોઈને લખી શકશે.

ગવર્નિંગ બોડીએ નવા પ્રસ્તાવને મંજૂરી આપી

મીડિયા રિપોર્ટ મુજબ જૂનમાં સીબીએસઈના ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી, જેમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ગર્વનિંગ બોડી બોર્ડના સંચાલન અને નીતિનિર્માણ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. આ બોડી બોર્ડના કામકાજ, શૈક્ષણિક ધોરણો અને પરીક્ષા પદ્ધતિઓ સંબંધિત તમામ મોટા નિર્ણયો લે છે.

આ પણ વાંચો : દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ

દરેક ટર્મમાં ત્રણ પેપર-પરીક્ષાઓ

પ્રસ્તાવ મુજબ હવે ઓપન-બુક એક્ઝામ હેઠળ ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે દરેક ટર્મમાં ત્રણ પેપર-પરીક્ષાઓ યોજાશે, તેમાં હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોનો સમાવેશ થશે. આ પ્રસ્તાવ આ NCFSE (શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું) 2023 અનુસાર છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 પર આધારિત છે. એક સુત્રએ કહ્યું કે, ઓપન બુક એક્ઝામને ઈન્ટરનલ એક્ઝામનો ભાગ બનાવવામાં આવશે, પરંતુ શાળાઓ માટે તે ફરજિયાત બને તેવી શક્યતા ઓછી છે. 

ઓપન-બુક પરીક્ષા એટલે શું ?

NCFSE-2023ના નિયમ મુજબ, ઓપન-બુક એક્ઝામ એક એવી પરીક્ષા છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોનો જવાબ આપવા માટે જે-તે વિષયની પુસ્તકો, પોતાની નોટ્સ અને અન્ય સંશાધનોનો ઉપયોગ કરવાની મંજૂરી હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, વિદ્યાર્થીઓ માત્ર યાદ રાખેલી જ બાબતો ન લખે, પરંતુ જ્ઞાનને સમજૂતીને જુદા જુદી સ્થિતિઓમાં ઉપયોગ કરી શકે. સરળ ભાષામાં કહીઓ તો એનસીએફએસઈનું કહેવું છે કે, વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી કરીને શીખવાની આદત ટાળવી જોઈએ અને વાસ્તવિક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ જેથી તેઓ વિચારપૂર્વક પ્રશ્નોના જવાબ આપી શકે.

આ પણ વાંચો : 'વોટ ચોરી' વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ

Tags :