India

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ...: DIGને ત્યાં CBI રેડમાં 'ખજાનો' મળ્યો!

By GS TEAM
17 Oct 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ(CBI)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHIDCL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિજનલ ઑફિસર રીતેન કુમાર સિંહના ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કર્યો છે. સીબીઆઇની ટીમે અધિકારીના ઘર અને ઑફિસ પર દરોડો પાડ્યો છે, જેમાં નોટોનો ભંડાર અને કરોડોની બેનામી સંપત્તિ મળી આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ...: DIGને ત્યાં CBI રેડમાં 'ખજાનો' મળ્યો!

CBI Rain in Riten Kumar Singh Assets : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ(CBI)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHIDCL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિજનલ ઑફિસર રીતેન કુમાર સિંહના ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કર્યો છે. સીબીઆઇની ટીમે અધિકારીના ઘર અને ઑફિસ પર દરોડો પાડ્યો છે, જેમાં નોટોનો ભંડાર અને કરોડોની બેનામી સંપત્તિ મળી આવી છે.

અધિકારી 10 લાખની લાંચ લેતા પકડાયો

સીબીઆઇએ 14 ઑક્ટોબરે રીતેનને એક ખાનગી કંપનીના પ્રતિનિધિ પાસેથી 10 લાખની લાંચ લેતા પકડી પાડ્યો હતો. સીબીઆઇએ કહ્યું કે, અધિકારીએ આસામ સ્થિત નેશનલ હાઇવે-37 સંબંધિત કોન્ટ્રાક્ટનો સમયગાળો વધારવા માટે 10 લાખની લાંચ માંગી હતી. સીબીઆઇએ રીતેન અને ખાનગી કંપનીના પ્રતિનિધિ વિનોદ કુમાર જૈનની ધરપકડ કરી છે.

સીબીઆઇએ આકરી પૂછપરછ કરતાં રીતેને લાંચ માંગી હોવાની કબૂલાત કરી છે. ત્યારબાદ ટીમે ગુવાહાટી, ગાઝિયાબાદ અને ઈમ્ફાલ સહિતના સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ અને રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો

દરોડામાં સીબીઆઇને શું શું મળ્યું?

  • રૂ. 5 કરોડ રોકડા
  • 1.5 કિલો સોનું
  • 22 લક્ઝુરિયસ ઘડિયાળ
  • દિલ્હી-NCRમાં 9 લક્ઝરી એપાર્ટમેન્ટ, એક પ્રીમિયમ ઑફિસ સ્પેસ અને ત્રણ રહેણાંક પ્લોટના દસ્તાવેજો
  • ગુવાહાટીમાં ચાર પ્રીમિયમ ફ્લેટ્સ અને બે પ્લોટ્સ
  • બેંગલુરુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ અને એક પ્લોટ
  • ઈમ્ફાલ વેસ્ટમાં બે હોમસ્ટેડ પ્લોટ અને એક ખેતીની જમીન
  • 6 હાઇ-એન્ડ લક્ઝરી ગાડીઓના ડૉક્યુમેન્ટ, બે મોંઘી ઘડિયાળો અને 100 ગ્રામના ચાંદીના બાર

બંને આરોપી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં

સીબીઆઇએ કહ્યું કે, ‘દરોડામાં હાથ લાગેલી સંપત્તિ અને દસ્તાવેજો મોટાભાગે આરોપી અધિકારી અને તેના પરિવારના નામે ખરીદવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં લખાયેલી કિંમત વાસ્તવિક કિંમતથી ઘણી વધુ હોવાનો અંદાજ છે. બંને આરોપીઓને ગુવાહાટીની સ્પેશિયલ સીબીઆઇ જજ સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાંથી તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવાયા છે.

આ પણ વાંચો : VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ