For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ICICI બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના પતિ દીપક તથા વિડિયોકોનના એમડી ધૂત સામે લૂકઆઉટ નોટિસ

સીબીઆઇએ કેસ દાખલ કર્યા પછી કરેલી કાર્યવાહી

વીડિયોકોન જૂથને અપાયેલ ૧૮૭૫ કરોડની લોન આપવામાં ભ્રષ્ટાચાર આચરવાનો કેસ

Updated: Feb 22nd, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨Article Content Image

સીબીઆઇએ આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક તથા વિડિયોકોન ગુ્રપના એમડી વેણુગોપાલ ધૂત સામે લૂકઆઉટ નોટિસ જારી કરી છે. 

ચંદા કોચર, દીપક અને ધૂત વિરુદ્ધ કેસ દાખલ કર્યાના એક સપ્તાહ પછી સીબીઆઇ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

વીડિયોકોન જૂથને આપવામાં આવેલ ૧૮૭૫ કરોડ રૃપિયાની લોન આપવામાં ભ્રષ્ટાચાર કરવા બદલ આ ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

લૂકઆઉટ નોટિસમાં દોેષિતો કોઇ પણ સંજોગોમાં દેશ છોડીને જતા ન રહે તે અંગે ઇમિગ્રેશન અધિકારીઓને સચેત કરવામાં આવે છે. જો કોઇ દોષિત દેશ છોડીને જવાનો પ્રયત્ન કરે તો ઇમિગ્રેશન અધિકારીઓ તેમની ધરપકડ કરી શકે છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદા કોચરનું નિવેદન લેવા માટે હજુ સુધી તેમને સમન્સ પાઠવવામાં આવ્યા નથી. 

ચંદા કોચરના સીઇઓ તરીકેના કાર્યકાળમાં વીડિયોકોન જૂથને ૧૮૭૫ કરોડ રૃપિયાની છ લોન આપવામાં આવી હતી. આ છમાંથી બે લોન મંજૂરી કરવાની સમિતિમાં ચંદા કોચર પણ સામેલ હતાં. 

સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં આઇસીઆઇસીઆઇ બેંકના ટોચના ્અધિકારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આઇસીઆઇસીઆઇ બેંક વર્તમાન સીઇઓ સંદીપ બક્ષી પણ સામેલ છે. 

૨૬ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેકટ્રોનિક્સને અપાયેલ ૩૦૦ કરોડ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિ.ને અપાયેલ ૭૫૦ કરોડની લોન મંજૂર કરવાની સમિતિમાં ચંદા કોચર સામેલ હતાં. 

Gujarat