Get The App

2200 કરોડનો મામલો... ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિક વિરુદ્ધ CBIની ચાર્જશીટ

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
2200 કરોડનો મામલો... ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિક વિરુદ્ધ CBIની ચાર્જશીટ 1 - image


Satyapal Malik Corruption Case : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ ભ્રષ્ટચાર મામલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટની માહિતી મળતાં જ મલિકની તબિયત લથડી ગઈ છે અને તેઓ તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. સીબીઆઈએ મલિક વિરુદ્ધ એક પ્રોજેક્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાર મામલે કાર્યવાહી કરી છે.

શું હતો મામલો ?

વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડામાં કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને પ્રોજેક્ટની જવાબદારી ચેનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ લિમિટેડ (CVPPPL)ના હાથમાં છે. આ પ્રોજેક્ટ કુલ 2200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. સીબીઆઈએ પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ માટેની ટેન્ડર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અનેક ગડબડ ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે. CVPPPL દ્વારા 47મી બેઠક યોજી ઈ-ટેન્ડરિંગ અને રિવર્સ ઓક્શન દ્વારા ટેન્ડર પ્રક્રિયા ફરી યોજવાનો નિર્ણય લેવાયો હતો, જોકે નિર્ણય લેવાયો પણ લાગુ ન કરાયો અને સીધું જ પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને ટેન્ડર આપી દેવાયું હતું.

મને 300 કરોડની લાંચની ઓફર કરાઈ : સત્યપાલ મલિકનો દાવો

23 ઓગસ્ટ-2018થી 30 ઓક્ટોબર-2019 સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે દાવો કર્યો છે કે, ‘જ્યારે હું રાજ્યપાલ હતો, ત્યારે પ્રોજેક્ટ સંબંધીત બે ફાઈલોને મંજૂરી આપવા માટે મને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.’

સીબીઆઈએ 2022માં કેસ દાખલ કર્યો હતો

સત્યપાલ મલિકના નિવેદનો પછી સીબીઆઈએ 20 એપ્રિલ, 2022ના રોજ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એક ખાનગી કંપની અને કેટલાક અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પછી એ વાત સામે આવી કે, કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું ન હતું. એજન્સીના જણાવ્યા અનુસાર, આ કારણે આ કેસની તપાસ સત્યપાલ મલિક સુધી પહોંચી. જણાવી દઈએ કે સત્યપાલ મલિક પણ આ મુદ્દા પર પ્રહારો કરી રહ્યા છે અને તેઓ કહે છે કે એવું કેવી રીતે બની શકે કે, ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર વ્યક્તિ સામે તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કોઈ કાર્યવાહી ન થાય.

સત્યપાલ મલિકની તબિયત લથડી

સીબીઆઈની કાર્યવાહી વચ્ચે સત્યપાલ મલિકની તબિયત લથડી ગઈ છે. સીબીઆઈએ આજે (22 મે) મલિક સહિત છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે, તો બીજીતરફ મલિકે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે કે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે.

આ પણ વાંચો : VIDEO : ચીને બનાવ્યું વિશાળકાય ડ્રોન કેરિયર, એક સેકન્ડમાં તીરની જેમ છોડ્યા સેંકડો નાના ડ્રોન

Tags :