India

પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના રાજગઢમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. પડાણા નજીક ઝીરી નાળામાં ઈકો કાર તણાઈ જતાં 8 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ હજુ પણ લાપતા છે. દેવાસના 11 લોકો કડલાવદ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. પાણીના તેજ પ્રવાહમાં ડ્રાઈવરે નાળું પાર કરવાનો પ્રયાસ કરતા કાર બેકાબૂ બની ખાબકી. 2 લોકોને બચાવાયા, SDRF લાપતાની શોધમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના
IMAGE SOURCE- @pabnaindia

Rajgarh MP Car Falls Into Swollen Nullah: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં સોમવારે ભારે વરસાદે મોટી દુર્ઘટના સર્જી છે. પડાણા નજીક ઝીરી નાળાના તીવ્ર પ્રવાહમાં એક ઈકો કાર તણાઈ જતાં 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ હજુ પણ લાપતા છે. કારમાં દેવાસ જિલ્લાના સતવાસ વિસ્તારના 11 લોકો સવાર હતા, જેઓ કડલાવદ ગામ જઈ રહ્યા હતા.

તળિયે જતી કાર અને કાળ બનેલો ધસમસતો પ્રવાહ

રાજગઢમાં પડાણા નજીક ઝીરી નાળા પર 30 ફૂટ ઊંચા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ભારે વરસાદને કારણે નાળા પાસે પાણીનો પ્રચંડ પ્રવાહ હતો. પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે ડ્રાઇવરે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે કાર બેકાબૂ થતા નાળામાં ખાબકી હતી.

બચાવ કાર્ય: અકસ્માત બાદ સ્થાનિકો અને વહીવટી તંત્રએ ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મૃતકોનો આંકડો: અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 3 પુરુષો, 3 મહિલાઓ અને 2 બાળકો (જેમાં એક 3 વર્ષનું બાળક) સામેલ છે.

ક્રેનની મદદ: ક્રેનની મદદથી કારને નાળામાંથી બહાર કાઢવામાં આવી છે. લાપતા 1 વ્યક્તિની શોધખોળ SDRF અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત ચાલુ છે.

SDM રોહિત બમ્હોરેએ જણાવ્યું કે, પાણીના ભારે પ્રવાહને કારણે કાર અકસ્માતનો ભોગ બની હતી. મૃતકોની અધિકૃત ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.