Get The App

CAGનો ચોંકાવનારો રિપોર્ટ: દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
CAGનો ચોંકાવનારો રિપોર્ટ: દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક 1 - image


CAG Report : ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલે (CAG) એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. કેગના ડેટા મુજબ, છેલ્લા 10 વર્ષમાં ભારતના તમામ 28 રાજ્યોનું દેવું ચિંતાજનક રીતે ખૂબ વધ્યું છે. કેગના કે.સંજય મૂર્તિએ સ્ટેટ ફાઈનાન્સ સેક્રેટરી કોન્ફરન્સમાં જાહેર કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લા 10 વર્ષમાં દેશના રાજ્યોનું કુલ દેવું 42.03 લાખ કરોડ રૂપિયા વધ્યું છે.

દેવું 17.57 લાખ કરોડથી 10 વર્ષમાં 59.60 લાખ કરોડે પહોંચ્યું

કેગના ડેટા મુજબ, 2013-14માં તમામ 28 રાજ્યોનું કુલ દેવું 17.57 લાખ કરોડ રૂપિયા હતું, જે 2022-23 સુધીમાં વધીને 59.60 લાખ કરોડ  રૂપિયા થઈ ગયું છે.

ડેટા મુજબ, 2013-2014માં તમામ રાજ્યોનું કુલ દેવું 17,57,642 કરોડ રૂપિયા દેવું હતું, જે 2022-2023માં વધીને કુલ 59,60,428 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. તમામ રાજ્યોના કુલ સકલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP)ની દેવા સાથે સરખાણી કરીને વાત કરીએ તો 2023-2024નું દેવું તેઓનું કુલ જીએસડીપી 22.96 ટકા છે, જ્યારે આંકડો 2013-14માં 16.66 ટકા હતો. આમ છેલ્લા 10 વર્ષમાં તમામ રાજ્યોના દેવામાં ત્રણ ઘણો વધારો થયો છે.

રિપોર્ટમાં મુજબ, 2022-23ના અંતમાં પંજાબનું દેવું સૌથી વધુ હતું અને તે જીએસડીપીના 40.35 ટકા જેટલું હતું. ત્યારબાદ નાગાલેન્ડ 37.15 ટકા અને પશ્ચિમ બંગાળનું 33.70 ટકાવે છે. 

આ પણ વાંચો : વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત

ગુજરાતની સ્થિતિ

ગુજરાત માટે રાહતની વાત એ છે કે સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્યોની યાદીમાં તેનો સમાવેશ થાય છે. ગુજરાત પર તેના જેએસડીપીના માત્ર 16.37 ટકા જેટલું દેવું છે, જે ઓડિશા 8.45 ટકા અને મહારાષ્ટ્ર 14.64 ટકા પછી ત્રીજા સ્થાને છે. આ દર્શાવે છે કે ગુજરાતની નાણાકીય વ્યવસ્થા અન્ય ઘણા રાજ્યોની તુલનામાં વધુ સારી છે.

આ પણ વાંચો : ઓમાનની ક્રિકેટ ટીમમાં ગુજરાતીઓનો દબદબો! એક ખેલાડી તો વર્ષો પહેલા હાર્દિક પંડ્યા સાથે રમતો

Tags :