India

આજથી સંસદનું બજેટ સત્ર : કુંભ મેળા હોનારત સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

By GS Team
31 Jan 20252 mins read
This article was originally published on 31 Jan 2025
TukuTouch Logo
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ હોનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી સંસદનું બજેટ સત્ર : કુંભ મેળા હોનારત સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Budget Session 2025 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ હોનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે. 

વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો છે કે સરકાર સામાન્ય શ્રદ્ધાળુ પર ધ્યાન આપવાને બદલે વીઆઇપી લોકો પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીથી શરૂ થતાં બજેટ સત્રના એજન્ડા અંગે બિઝનેસ એડવાઇઝરી કમિટી નિર્ણય લેશે.

આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં સરકારે વિરોધ પક્ષોને સંસદની કાર્યવાહીમાં સહકાર આપવાની અપીલ કરી હતી. 

બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે.

બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે. જે ૪ એપ્રિલના રોજ સમાપ્ત થશે. 

આજથી શરૂ થતાં બજેટ સત્ર માટે સરકારે વકફ (એમેન્ડમેન્ટ બિલ) અને અન્ય ત્રણ નવા કાયદા સહિતના બિલોને ધ્યાનમાં લેવાનું નક્કી કર્યુ છે. 

ઉલ્લેખનીય છે કે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)એ વકફ બિલ અંગે પોતાનો રિપોર્ટ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સુપ્રત કર્યો છે. જેના કારણે સરકાર હવે આ બિલ અંગે આગળ વધી શકે છે.  અન્ય ત્રણ નવા બિલમાં 'ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટેરેસ્ટ્સ ઇન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સ બિલ, ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત બંને ગૃહોમાં ગત સત્રથી અન્ય 10 બિલો વિલંબિત છે. ફાઇનાન્સ બિલ, 2025 પણ આ સત્રમાં રજૂ કરવામાં આવશે.