India

હૈદરાબાદના બેગમપેટ ઍરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
હૈદરાબાદના બેગમપેટ ઍરપોર્ટ પર બુધવારે સવારે ઍરપોર્ટ ઑથોરિટીને ઈમેલ દ્વારા ધમકી મળી હતી કે, ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, જે બાદ અફરા તફરી મચી ગઈ હતી. સૂચના મળતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઍરપોર્ટ પર હાઇ ઍલર્ટ ઓપરેશન શરુ કરી દીધું હતું. બેગમપેટ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશ્નર ઑફ પોલીસ(ACP)ના જણાવ્યા પ્રમાણે સવારે ધમકીનો ઈમેલ આવ્યો હતો. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ તહેનાત કરવામાં આવ્યા હતા અને ઍરપોર્ટ પરિસરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હૈદરાબાદના બેગમપેટ ઍરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

Hyderabad Airport bomb Threat: હૈદરાબાદના બેગમપેટ ઍરપોર્ટ પર બુધવારે સવારે ઍરપોર્ટ ઑથોરિટીને ઈમેલ દ્વારા ધમકી મળી હતી કે, ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, જે બાદ અફરા તફરી મચી ગઈ હતી. સૂચના મળતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઍરપોર્ટ પર હાઇ ઍલર્ટ ઓપરેશન શરુ કરી દીધું હતું. બેગમપેટ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશ્નર ઑફ પોલીસ(ACP)ના જણાવ્યા પ્રમાણે સવારે ધમકીનો ઈમેલ આવ્યો હતો. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ તહેનાત કરવામાં આવ્યા હતા અને ઍરપોર્ટ પરિસરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ દુર્ઘટના બાદ સિંગાપુર એરલાઈન્સના મૌન પર ઉઠ્યા સવાલ, ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રીનું સૂચક નિવેદન

અગાઉ ઇન્ડિગોના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી

આ પહેલાં કોચ્ચીથી ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા બાદ દિલ્હી જઈ રહેલા ઇન્ડિગોના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી બાદ મંગળવારે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાન મસ્કતથી કોચ્ચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પહોંચ્યું હતું, જ્યાંથી સવારે 9.31 કલાકે દિલ્હી માટે ઉડાન ભરી હતી.

આ પણ વાંચો: કર્ણાટકમાં કારનો ભયાનક અકસ્માત, NSUIના નેતા સહિત બેના મોત, એક વિદેશી સહિત ત્રણ ઈજાગ્રસ્ત

તપાસ પૂરી કર્યા બાદ વિમાન દિલ્હી રવાના કરાયું

અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ 157 યાત્રી અને ક્રુ મેમ્બર સહિત વિમાન દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું.