બોલિવૂડ એક્ટ્રેસના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, પાર્કિંગને લઈને થઈ હતી બબાલ
Image Twitter |
Huma Qureshi news : બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકો ગાળો બોલતા અને આસિફ પર હુમલો કરતો જોઈ શકાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે 2 યુવકો આસિફ સાથે ધક્કા મુક્કી કરી રહ્યા છે. એ પછી તેને નીચે પાડી દે છે અને આ દરમિયાન લોકો પણ તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક આરોપી આસિફને નીચે પાડી દે છે. આસિફ ઉઠવાની કોશિશ કરે છે, પરંતુ તે દરમિયાન એક યુવક તેના પર હુમલો કરે છે. ઘટના સ્થળ પર જોર જોરથી બૂમો અને ઝઘડાનો અવાજ સંભળાય છે.
આ પણ વાંચો: Fact Check: ટ્રમ્પના ટેરિફને પગલે ભારત અમેરિકાના શસ્ત્રો નહીં ખરીદે તેવા અહેવાલો ખોટા
પાર્કિંગ વિવાદમાં થઈ આસિફની હત્યા
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફનો પરિવાર દિલ્હીના નિઝામુદ્દીનમાં રહે છે. ગઈકાલે રાત્રે પાર્કિંગને લઈને આસિફનો પડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડા મારા મારી સુધી પહોંચી ગયો હતો. ઝઘડા વચ્ચે એક યુવકે આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ડોક્ટરોએ આસિફને મૃત જાહેર કર્યો હતો. આસિફની હત્યા બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય
આસિફની હત્યા કરનારા બંને હત્યારા સગીર
નિઝામુદ્દીન પોલીસે આસિફના પિતા ઇલ્યાસ કુરેશીની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને હત્યારા સગીર છે, અને તેમના નામ ઉજ્જવલ ઉંમર 19 વર્ષ અને ગૌતમ 18નો છે. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103()1/3(5) હેઠળ FIR નંબર 233/25 નોંધી છે. આસિફના પિતા અને પત્નીએ પોલીસને નિવેદનો આપ્યા છે, જેમાં આરોપીઓની ઓળખ અને વિવાદનું કારણ જણાવવામાં આવ્યું છે. પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.