Maharashtra Politics: મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી 'મહાયુતિ'ના જોરદાર દેખાવ બાદ, અસ્તિત્વ બચાવવા માટે સાથે આવેલા ઉદ્ધવ ઠાકરે (UBT) અને રાજ ઠાકરે (MNS) વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ગૂંચ પડી છે. વર્લીના NSCI ડોમ ખાતે યોજાનારી સંયુક્ત પત્રકાર પરિષદ છેલ્લી ઘડીએ રદ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
'બ્રાન્ડ ઠાકરે' માટે અગ્નિપરીક્ષા
તાજેતરના 288 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોના પરિણામોમાં ભાજપ ગઠબંધને 70% થી વધુ બેઠકો પર વિજય મેળવ્યો છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સૂપડા સાફ થઈ ગયા અને રાજ ઠાકરેની પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નથી. આ પછડાટ બાદ 'ઠાકરે બ્રાન્ડ' ને બચાવવા માટે બંને ભાઈઓ 20 વર્ષની દુશ્મનાવટ ભૂલીને સાથે આવવા મજબૂર બન્યા છે.
સીટ શેરિંગ પર અટકી વાત
સૂત્રોના જણાવ્યાનુસાર, BMC સહિતની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ગઠબંધન નક્કી છે, પરંતુ મુંબઈની અમુક ચોક્કસ બેઠકો પર બંને પક્ષો દાવો છોડવા તૈયાર નથી. મંગળવારે થનારી સત્તાવાર જાહેરાત હવે મિશ્ર પ્રતિસાદ અને આંતરિક મતભેદોને કારણે મુલતવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો
BMC ચૂંટણી માટે નામાંકન શરૂ
BMC સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મંગળવારે (23મી ડિસેમ્બર) નોટિફિકેશન જાહેર કરાશે, જે નામાંકન પ્રક્રિયાની શરૂઆત કરશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 30મી ડિસેમ્બર છે. ત્યારબાદ નામાંકનની ચકાસણી 31મી ડિસેમ્બરે થશે, જ્યારે પાછી ખેંચવાની છેલ્લી તારીખ બીજી જાન્યુઆરી, 2026 છે. ત્યારબાદ ચૂંટણી પ્રતીકો ફાળવવામાં આવશે.
BMC સહિત મહારાષ્ટ્રની તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ 2,869 કાઉન્સિલરની બેઠકો માટે મતદાન 15 જાન્યુઆરીએ યોજાશે, જેના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. BMC ઉપરાંત, નવી મુંબઈ, થાણે, પુણે, નાસિક, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, કાલીનપુર, કાલ્લીપુર, થાણે, નગરપાલિકાની ચૂંટણીમાં સમાવેશ થાય છે. ઉલ્હાસનગર, પિંપરી-ચિંચવડ, સોલાપુર, અમરાવતી, અકોલા, લાતુર, પરભણી, ચંદ્રપુર, ભિવંડી-નિઝામપુર, માલેગાંવ, પનવેલ, મીરા-ભાયંદર, નાંદેડ-વાઘાલા, સાંગલી-મિરાજ, કુપવાડ, જલગાંવ, ધુલે, અહિલ્યાનગર, ઈચલકરનાનગર અને જલગાંવ છે.
'ઠાકરે બ્રધર્સ' વચ્ચેના ગઠબંધન અંગે સસ્પેન્સ
ભાજપે એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને બીએમસી અને અન્ય મ્યુનિસિપલ ચૂંટણીઓ લડવાનો નિર્ણય લીધો છે. ભાજપ અજિત પવાર સાથે "ફ્રેડલી ફાઈટ"ની યોજના બનાવી રહી છે. મહાયુતિની વ્યૂહનીતિને ધ્યાનમાં રાખીને, "ઠાકરે બ્રધર્સ" એ તેમની 20 વર્ષ જૂની રાજકીય દુશ્મનાવટને બાજુ પર રાખીને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાનો સામનો કરવા માટે સાથે આવવાનો નિર્ણય લીધો હતો.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે BMC સહિત રાજ્યની બાકીની મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. શિવસેના (UBT) અને MNS ગઠબંધનની ઔપચારિક જાહેરાત મંગળવારે થવાની હતી, પરંતુ કેટલીક બેઠકો અનિર્ણિત રહી છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ) અને MNS વચ્ચેના જોડાણની સત્તાવાર જાહેરાત વર્લીના NSCI ડોમ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા હતી. આને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ તેને અચાનક રદ કરવામાં આવી છે. આનાથી સવાલ ઊભો થાય છે કે પત્રકાર પરિષદ શા માટે મુલતવી રાખવી પડી.


