Get The App

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો 1 - image


BMC Elections: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મહાયુતિ બેઠકોની વહેંચણી પર વિચાર-વિમર્શ કરી રહ્યું છે. સોમવારે (22 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં બેઠકોની વહેંચણી પર ઘણું મંથન થયું. ભાજપે આ ચૂંટણી માટે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને લગભગ 90ની આસપાસ બેઠક આપવાની ફોર્મ્યુલા સામે મૂકી. જોકે, એકનાથ શિંદે વધુમાં વધુ બેઠક મેળવવા માટે અડગ છે.

આ પણ વાંચોઃ હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ

શિવસેનાને પહેલાં 53, હવે 90 બેઠકની ઓફર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે થયેલી બેઠક બાદ શિંદે અને ફડણવીસ વચ્ચે એક બીજી ચર્ચા શરુ થશે, જેમાં બેઠકોના ગણિતને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. ગઠબંધનની પહેલી બેઠકમાં શિંદે જૂથે 125 બેઠકોની માંગ કરી, જેના જવાબમાં ભાજપે તે સમયે ફક્ત 53 બેઠકોનો પ્રસ્તાવ આપ્યો હતો. હવે આ આંકડો 90 સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. 

NCP આજે દૂર કરશે સસ્પેન્સ!

મુંબઈમાં NCP (અજિત પવાર) ગઠબંધન સાથે ચૂંટણી લડશે કે એકલી લડશે, આ મુદ્દે આજે સસ્પેન્સ દૂર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે આજે બપોરે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે, જેમાં BMC ચૂંટણીને લઈને પાર્ટીની સત્તાવાર ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે. એનસીપી અમુક સ્થળે સ્વતંત્ર રૂપે મહાનગરપાલિકાની ચૂંટણી લડી શકે છે. 

આ પણ વાંચોઃ ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

અજિત પવાર સામે મૂકી શરત

અજિત પવાર સામે મહાયુતિમાં એક શરત મૂકવામાં આવી છે. જો મુંબઈમાં NCPને ગઠબંધન સાથે આવવું છે, તો તેમણે નવાબ મલિકની બદલે કોઈ નવો ચહેરો સામે મૂકવો પડશે અને માત્ર 10થી 14 બેઠક પર જ સંતોષ કરવો પડશે. ગત રાત્રે થયેલી બેઠકમાં વિશેષ રૂપે મુંબઈ, ઢાણે અને પુણે મહાનરપાલિકાઓની બેઠક વહેંચણીને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે વિસ્તારથી ચર્ચા થઈ. ગઠબંધનની સત્તાવાર જાહેરાત માટે યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે, જેવું ઉદ્ધવ ઠાકરે પોતાની બેઠક ફોર્મ્યુલા જાહેર કરશે, મહાયુતિ પણ મુંબઈ માટે પોતાના પત્તા ખોલશે.

BMCની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. મતદાન 15 જાન્યુઆરી, 2026ના દિવસે થવાનું છે અને મતગણતરી 16 જાન્યુઆરીએ થશે. કુલ 2869 મ્યુનિસિપલ બેઠકો માટે મતદાન થશે, જેમાં 227 BMC બેઠકોનો સમાવેશ થાય છે.

Tags :