India

પેપર લીક મુદ્દે ભાજપની ઊલટી ગંગા: દિલ્હીમાં મચક ન આપી, રાંચીમાં વિદ્યાર્થી આંદોલનને ટેકો

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ઝારખંડમાં પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલનને ભાજપે ટેકો આપ્યો છે. રાંચીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક નેતાઓની ધરણાં પરથી અટકાયત કરાઈ. સત્તા પક્ષે ભાજપ પર આંદોલનને હાઈજેક કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓ JSSC-CGLની CBI તપાસ અને પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી મોટાભાગની માંગણીઓ સ્વીકારી હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

પેપર લીક મુદ્દે ભાજપની ઊલટી ગંગા: દિલ્હીમાં મચક ન આપી, રાંચીમાં વિદ્યાર્થી આંદોલનને ટેકો

BJP Supports Ranchi Student Protest Over Paper Leak: ઝારખંડમાં છેલ્લા ઘણા દિવસથી પેપર લીક તથા પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે હજારો વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ કોઈ એક વ્યક્તિના રાજીનામાં સાથે નહીં પણ સમગ્ર સિસ્ટમના ધરમૂળથી ફેરફાર તથા સીબીઆઈ તપાસની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે જંતર-મંતરમાં થયેલા આંદોલનમાં મચક ન આપનારી ભારતીય જનતા પાર્ટી આ આંદોલનને ટેકો આપી રહી છે.

રાંચીના વિદ્યાર્થી આંદોલનને ભાજપનો ટેકો

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શરૂઆતથી જ રાંચીના આંદોલનને ટેકો આપી રહી છે. આજે પણ ભાજપના નેતાઓ ધરણાં પર બેઠા હતા. જેમની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આજે જ ધરણાં પર બેઠા હતા. ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. રાંચીના SPએ પોલીસ જવાનોને ધીરજ રાખવા પણ હાંકલ કરી છે.

પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે ભાજપ: સત્તા પક્ષનો આરોપ

ઝારખંડના CM હેમંત સોરેનની સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓના આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓના આંદોલનને હાઈજેક કરવા માંગે છે.

ઝારખંડના અન્ય એક મંત્રી સુદિવ્ય સોનુએ કહ્યું છે કે, સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહી છે. તેમની મોટા ભાગની માંગ સ્વીકારી લેવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યું છે કે, મુખ્યમંત્રી સોરેને સ્પષ્ટ કરવું જોઈએ છે કે તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગે છે કે નહીં. વિદ્યાર્થીઓની માંગ છે કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ તો તેમાં વાંધો શું છે? મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના કહેવામાં આવી ગયા છે.

વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ શું છે?

  • JSSC-CGLની CBI તપાસ: વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગણી એ છે કે JSSC-CGL પરીક્ષામાં થયેલી ગડબડીઓની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાવવામાં આવે.
  • JSSC-CGL પરીક્ષા રદ કરવી: કૌભાંડગ્રસ્ત ગણાવાતી JSSC-CGL પરીક્ષાને સંપૂર્ણપણે રદ કરવામાં આવે તેવી માંગણી પર વિદ્યાર્થીઓ અડગ છે.
  • 14મી JPSC પરીક્ષા રદ કરવી: 14મી JPSC અને ACF પરીક્ષામાં અનિયમિતતાઓને કારણે તેને રદ કરવાની માંગ કરાઈ હતી.
  • સિસ્ટમ અને ભરતી પ્રક્રિયામાં સુધારો: ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે આખી પરીક્ષા સિસ્ટમમાં ધરમૂળથી સુધારા કરવા અને કડક રિક્રુટમેન્ટ કેલેન્ડર લાગુ કરવાની માંગણી.