ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ
BJP National President: ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક મહિનાઓની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને ટાળી રહી હતી. તેનું સૌથી મોટું કારણ RSS સાથે ટોચના ભાજપ નેતૃત્વ સાથે કડવા સંબંધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી બંને પક્ષો તરફથી સંબંધોને સામાન્ય બનાવવા તેમજ બતાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. RSS અને ભાજપનું ટોચનું નેતૃત્વ આ જવાબદારી સંભાળી રહ્યું છે. એ પછી હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટી ગમે ત્યારે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી શકે છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે RSSની જરૂરિયાતને લઈને એક નિવેદન આપ્યું હતું, ત્યારે બધા અચંબામાં પડી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે RSSને પણ આ ગમ્યું ન હતું. તેના કારણે લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો માર સહન કરવો પડ્યો હતો, જ્યારે ભાજપ 240 બેઠકો પર સમેટાઈ ગઈ. ભલે તેણે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન 'અબકી બાર 400 પાર' સૂત્ર આપ્યું હોય, પરંતુ તે આંકડા સુધી પહોંચી ન શક્યું. સંઘના કાર્યકરોએ અનિચ્છાએ ભાજપને આ ચૂંટણીમાં ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે એકવાર નડ્ડાએ પણ જાહેરમાં કહ્યું હતું કે ભાજપને હવે સંઘની જરૂર નથી.
75 વર્ષની ઉંમરે વ્યક્તિએ સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ
ઉલ્લેખનીય છે કે, ગત 15 ઑગસ્ટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે RSSની પ્રશંસા કરી અને તેને વિશ્વની સૌથી મોટી એનજીઓ કહી હતી. એ પછી મોહન ભાગવતે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં RSSના કાર્યક્રમમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, રાજકારણ કે સમાજસેવામાં કોઈ નિવૃત્તિની ઉંમર નથી. અગાઉ, સંઘના વડાએ પોતે કહ્યું હતું કે, 75 વર્ષની ઉંમરે વ્યક્તિએ સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વડાપ્રધાન મોદી 75 વર્ષના થવાના છે.
આ પણ વાંચો: VIDEO: હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા
જોકે હવે RSSની પ્રશંસા કરવામાં તે એકલા નથી, તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે પણ અનેક પ્રસંગોમાં RSSની પ્રશંસા કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમને સ્વયંસેવક હોવાનો ગર્વ છે. RSS કાર્યકર બનવું કોઈપણ કિંમતે નકારાત્મક મુદ્દો ન હોઈ શકે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, RSS સ્વયંસેવકે ત્યા સુધી નથી રોકાવાનું જ્યા સુધી ભારત ફરીથી મહાન ન બને.
RSS અને ભાજપ વચ્ચે આ દિગ્ગજોના નામની ચર્ચા
RSS અને ભાજપ વચ્ચેના સામાન્ય સંબંધોમાં ઘણીવાર દાવેદારોના નામોની ચર્ચા સાંભળવા મળી છે. તેમાં પહેલું નામ શિવરાજ સિંહ ચૌહાણનું છે, જે વર્તમાન કેન્દ્ર સરકારમાં મંત્રી છે. તેમજ નીતિન ગડકરીના નામની પણ અંદરખાને ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ધર્મેન્દ્ર પ્રધાનના નામ પણ રેસમાં ચર્ચાઈ રહ્યા છે. ભાજપે ઘણીવાર પોતાના નિર્ણયોથી રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કર્યા છે. ત્યારે આ સ્થિતિમાં હવે જોવું એ રહેશે કે, ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બને છે.