India

VIDEO : જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત, યુથ સેન્ટર લોહીથી લથપથ

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
જર્મનીના સ્ટેડ શહેરમાં યુથ સેન્ટરમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે. સોમવારે બનેલી આ ઘટનામાં પોલીસે 2 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. હેમ્બર્ગ નજીકના આ શહેરમાં પોલીસનું મોટું સર્ચ ઓપરેશન ચાલુ છે. હુમલાનો હેતુ હજુ અસ્પષ્ટ છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત, યુથ સેન્ટર લોહીથી લથપથ

Germany Shooting : જર્મનીના ઉત્તરી ભાગમાં આવેલા સ્ટેડ શહેરમાં સોમવારે જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર થવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આ મામલે 2 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

યુથ સેન્ટરમાં બની ઘટના
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ગોળીબાર સેન્ટ્રલ સ્ટેડ વિસ્તારમાં આવેલા એક યુથ સેન્ટર (યુવા કેન્દ્ર)માં થયો હતો. ઘટનાને નજરે જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે હુમલો કરનારાઓની સંખ્યા 1થી વધુ હતી. જો કે, પોલીસ દ્વારા હજી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પોલીસનું મોટું સર્ચ ઓપરેશન
આ હુમલો કેમ કરવામાં આવ્યો અને તેની પાછળનો હેતુ શું હતો, તે અંગે પોલીસે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી. હાલમાં પોલીસ દ્વારા સ્ટેડ શહેરના મુખ્ય કેન્દ્રની બહારના વિસ્તારોમાં એક મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સ્ટેડ શહેર હેમ્બર્ગની પશ્ચિમમાં આવેલું છે, જેની વસ્તી અંદાજે 50,000 જેટલી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.