India

‘અંકિત શર્મા હત્યા કેસમાં અરવિંદ કેજરીવાલ પણ સૌથી મોટા દોષિત’ ચુકાદા બાદ ભાજપના પ્રહાર

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
2020 દિલ્હી રમખાણોમાં IB અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં AAPના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદા બાદ ભાજપે અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, તાહિર હુસૈનને કેજરીવાલનું 'રાજકીય સંરક્ષણ' હતું અને તે તેમના ઇશારે જ કામ કરતો હતો. ભાજપે કેજરીવાલને આ હત્યાકાંડના સહ-આરોપી ગણાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અંકિત શર્મા હત્યા કેસમાં અરવિંદ કેજરીવાલ પણ સૌથી મોટા દોષિત’ ચુકાદા બાદ ભાજપના પ્રહાર

Ankit Sharma Murder BJP Blames Arvind Kejriwal : વર્ષ 2020ના દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)ના અધિકારી અંકિત શર્માની નિર્મમ હત્યાના કેસમાં કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદા બાદ હવે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણયનું સ્વાગત કરતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતૃત્વ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવ્યો કે, તાહિર હુસૈનને અરવિંદ કેજરીવાલનું 'રાજકીય સંરક્ષણ' પ્રાપ્ત હતું, અને તે કેજરીવાલના ઇશારે જ કામ કરી રહ્યો હતો.

'કેજરીવાલ જ તાહિર હુસૈનના અસલી આકા'

ગૌરવ ભાટિયાએ કોર્ટના ચુકાદાનો હવાલો આપતાં અરવિંદ કેજરીવાલને આ જઘન્ય હત્યાકાંડના સહ-આરોપી ગણાવ્યા. તેમણે કહ્યું કે, 'આ કેસનો મુખ્ય આરોપી તાહિર હુસૈન હતો, જે ગુનાના સમયે આમ આદમી પાર્ટીનો કાઉન્સિલર અને અરવિંદ કેજરીવાલનો જમણો હાથ હતો. આજે કોર્ટે તાહિર હુસૈનને હત્યા (IPC 302), અપહરણ (IPC 365) અને વિવિધ જૂથો વચ્ચે નફરત ફેલાવવા(IPC 153A)ના ગુના હેઠળ દોષી ઠેરવ્યો છે. તાહિર હુસૈનની સાથે કાવતરું ઘડનારા અન્ય પાંચ રમખાણખોરોને પણ સજા મળી છે. પરંતુ આ આખા કેસમાં તાહિર હુસૈનની સાથે સૌથી મોટા ગુનેગાર અરવિંદ કેજરીવાલ છે, જેમના ઈશારે આ બધું થયું, અને જેમણે પાછળથી આના પર પડદો નાખવાનો (Cover-up) પ્રયાસ કર્યો.' ભાટિયાએ સવાલ ઉઠાવ્યો કે, તત્કાલીન મુખ્યમંત્રી હોવા છતાં કેજરીવાલે અંકિત શર્મા કે, દિલ્હી રમખાણોમાં માર્યા ગયેલા 60થી વધુ નિર્દોષ ભારતીય નાગરિકો માટે એક શબ્દ પણ કેમ ન બોલ્યો.

'માત્ર હિન્દુ હોવાના કારણે જ અંકિત શર્માની હત્યા કરાઈ'

અદાલતની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતાં ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, 'આ હત્યા એક પૂર્વનિયોજિત અને ઊંડા કાવતરાનો ભાગ હતી, જેનો ઉદ્દેશ્ય એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો હતો.' તેમણે કોર્ટના આદેશની પંક્તિઓ ટાંકતા કહ્યું કે, 'જ્યારે અંકિત શર્મા રમખાણખોરોની ભીડ તરફ આગળ વધ્યા, ત્યારે તાહિર હુસૈને ભીડને ઉશ્કેરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આરોપીઓ હિન્દુ વિરોધી કાવતરા હેઠળ કામ કરી રહ્યા હતા, અને અંકિતની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી કારણ કે તે એક હિન્દુ હતા. અંકિતના શરીર પર ચપ્પુના 51 ઘા હતા, જે આ ગુનાની ક્રૂરતા દર્શાવે છે.'

'આપ'ના ડીએનએમાં વોટ બૅંકની રાજનીતિ અને 'ગીધ સંસ્કૃતિ'

ભાજપના પ્રવક્તાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના એ નિવેદન પર પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે કોર્ટના નિર્ણયને 'કમનસીબ' ગણાવ્યો હતો. ભાટિયાએ કહ્યું કે, આ જ આમ આદમી પાર્ટીનું અસલી ચરિત્ર અને 'DNA' છે, જે વોટ બૅંક ખાતર રમખાણખોરોની પડખે ઊભી છે.