Get The App

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ 1 - image


Bihar Assembly Election 2025 BJP Star Campaigners List : ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી-2025 માટે તેના 40 સ્ટાર પ્રચારકોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જેવા રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રચારમાં ટોચના નેતૃત્વની સાથે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભોજપુરી સ્ટાર્સને પણ સામેલ કરાયા છે.

5 રાજ્યોના મુખ્યમંત્રી કરશે પ્રચાર

ભાજપે બિહારની ચૂંટણીમાં પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મોહન યાદવ, આસામના હિમંતા બિસ્વા સરમા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામનો સમાવેશ થાય છે. 

4 ભોજપુરી સ્ટારનો દબદબો

બિહારમાં સ્થાનિક મતદારોને આકર્ષવા માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં 4 જાણીતા ભોજપુરી સિનેમાના કલાકારોને સ્થાન આપ્યું છે. આ સ્ટાર્સમાં તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા પવન સિંહ, સાંસદો મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો : પાકિસ્તાન અફઘાનિસ્તાનથી ફફડ્યું, યુદ્ધ અટકાવવા ટ્રમ્પને આજીજી

બિહાર ભાજપના સ્ટાર પ્રચારકોની સંપૂર્ણ યાદી

  1. નરેન્દ્ર મોદી
  2. જે.પી.નડ્ડા
  3. રાજનાથ સિંહ
  4. અમિત શાહ
  5. નિતિન ગડકરી
  6. શિવરાજ સિંહ ચૌહાણ
  7. ધર્મેન્દ્ર પ્રધાન
  8. ગિરિરાજ સિંહ
  9. યોગી આદિત્યનાથ
  10. દેવેન્દ્ર ફડણવીસ
  11. હિમંતા બિસ્વા સરમા
  12. મોહન યાદવ
  13. રેખા ગુપ્તા
  14. સ્મૃતિ ઈરાની
  15. કેશવ પ્રસાદ મૌર્ય
  16. સી.આર. પાટિલ
  17. દિલીપ કુમાર જાયસ્વાલ
  18. સમ્રાટ ચૌધરી
  19. વિજય કુમાર સિંહા
  20. રેણુ દેવી
  21. પ્રેમ કુમાર
  22. નિત્યાનંદ રાય
  23. રાધામોહન સિંહ
  24. સાધ્વી નિરંજન જ્યોતિ
  25. સતીશ ચંદ્ર દુબે
  26. રાજ ભૂષણ ચૌધરી
  27. અશ્વિની કુમાર ચૌબે
  28. રવિ શંકર પ્રસાદ
  29. નંદ કિશોર યાદવ
  30. રાજીવ પ્રતાપ રૂડી
  31. સંજય જાયસ્વાલ
  32. વિનોદ તાવડે
  33. બાબુલાલ મરાંડી
  34. પ્રદીપ કુમાર સિંહ
  35. ગોપાલજી ઠાકુર
  36. જનક રામ
  37. પવન સિંહ (ભોજપુરી સ્ટાર)
  38. મનોજ તિવારી (ભોજપુરી સ્ટાર)
  39. રવિ કિશન (ભોજપુરી સ્ટાર)
  40. દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ (ભોજપુરી સ્ટાર)

આ પણ વાંચો : VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર

Tags :