India

ટ્રમ્પની ધમકીઓથી ફરક નહીં પડે! ટેરિફને લઈને અબજપતિ રોકાણકારે કહ્યું- ભારત પાસે છે આ 'વરદાન'

By GS TEAM
7 Aug 20252 mins read
TukuTouch Logo
અબજપતિ રોકાણકાર માર્ક મોબિયસે ગુરૂવારે કહ્યું કે, ભારત પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાદવામાં આવેલા 50 ટકા ટેરિફથી દેશને ખૂબ ઓછી અસર થશે. કારણ કે, અહીં વિશાળ ડોમેસ્ટિક બજાર હાજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ધમકીઓથી ફરક નહીં પડે! ટેરિફને લઈને અબજપતિ રોકાણકારે કહ્યું- ભારત પાસે છે આ 'વરદાન'

Image: IANS



US Tariff: અબજપતિ રોકાણકાર માર્ક મોબિયસે ગુરૂવારે કહ્યું કે, ભારત પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાદવામાં આવેલા 50 ટકા ટેરિફથી દેશને ખૂબ ઓછી અસર થશે. કારણ કે, અહીં વિશાળ ડોમેસ્ટિક બજાર હાજર છે. 

ટેરિફ ભારત માટે સમસ્યા નથી

સમાચાર એજન્સી IANSના અહેવાલ અનુસાર, દિગ્ગજ રોકાણકારે કહ્યું કે, ભારત ચીનની જેમ સંપૂર્ણ રૂપે નિકાસ પર નિર્ભર નથી. તેથી અન્ય દેશની અર્થવ્યવસ્થાની સરખામણીએ ટેરિફ સાથે ડીલ કરવા માટે સારી સ્થિતિમાં છે. ભારતનું ડોમેસ્ટિક બજાર ખૂબ મોટું છે અને તે ચીનની જેમ નિકાસ પર નિર્ભર નથી. આ સિવાય, ભારતીય સોફ્ટવેર નિકાસ પણ સારી સ્થિતિમાં છે, જે ટેરિફથી બચાવવામાં મદદ કરશે. એટલે સારાંશ એ છે કે, ટેરિફ ભારત માટે મોટી સમસ્યા નથી.'

આ પણ વાંચોઃ Big Breaking: ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે?

ઇલેક્ટ્રોનિક વસ્તુ ટેરિફ લિસ્ટથી બહાર

અમેરિકા તરફથી દવા અને અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કે, સ્માર્ટફોન, સેમીકન્ડક્ટર અને ઊર્જા સાથે જોડાયેલા 30 અબજ ડૉલરથી વધુ મૂલ્યના શિપમેન્ટને હજુ સુધી હાઇ ટેરિફ લિસ્ટથી બહાર રાખવામાં આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ આ પ્રમુખ ઉદ્યોગોને હજુ સુધી નવા ટેરિફમાં સામેલ નથી કર્યું, જે આવનારા 21 દિવસમાં લાગુ થશે. 

પેટ્રોલિયમ નિકાસ પણ ટેરિફથી સુરક્ષિત

આ સિવાય, ભારતે નાણાંકીય વર્ષ 2025માં ક્રમશઃ 10.5 અબજ ડૉલર અને 14.6 અબજ ડૉલરની દવા અને ફાર્માસ્યુટિકલ્સની સાથે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો (મોટાભાગના સ્માર્ટફોન)ની નિકાસ કરી છે, જે અમેરિકાની કુલ નિકાસનો 29 ટકા છે. નાણાંકીય વર્ષ 2025માં 4.09 અબજ ડૉલર મૂલ્યનું પેટ્રોલિયમ નિકાસ પણ હાલ ટ્રમ્પના નવા ટેરિફથી સુરક્ષિત છે, કારણ કે તેને ઊર્જાના હાઇ ટેરિફની યાદીથી બહાર રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, નાણાંકીય વર્ષ 2025માં અમેરિકાને ભારતે 86.51 અબજ ડૉલરની નિકાસ કરી હતી. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ

અર્થતંત્રની મજબૂતી

મોબિયસ અનુસાર, ભારત જે પ્રમાણેની જીડીપી વૃદ્ધિ જોઈ રહ્યું છે, તે તેને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના રસ્તે પર આગળ વધારવામાં મદદ કરશે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતા દેશે 6-7 ટકાના વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. જે તેની અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. તેનાથી ભારતને આગળ વધવામાં મદદ મળશે. 

છેલ્લાં ઘણાં વર્ષોમાં, ભારત દુનિયાની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. 2025માં કુલ GDPના મામલે ભારત હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીથી જ પાછળ છે.