બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ જન સુરાજ પાર્ટીમાં જોડાયા, PKની હાજરીમાં લીધી સદસ્યતા
Manish Kashyap joins politics: બિહારના ફેમસ યુટ્યુબર અને રાજનેતા મનીષ કશ્યપ જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. મનીષ કશ્યપે બિહારની રાજધાની પટનાની બાપુ ભવનમાં આયોજીત એક કાર્યક્રમમાં ઔપચારિક રીતે જન સુરાજ પાર્ટીની સદસ્યતા મેળવી છે.
મનીષ કશ્યપ ચૂંટણી રણનીતિથી રાજનેતા બનેલા જન સુરજના માસ્ટરમાઇન્ડ પ્રશાંત કિશોરની હાજરીમાં જન સુરાજના સદસ્ય બન્યા છે. પ્રશાંત કિશોરે જન સૂરાજના ડિજિટલ યોદ્ધા સંમેલનમાં મનીષ કશ્યપનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, 'બિહારમાં વ્યવસ્થા પરિવર્તન લાવવા ઈચ્છતા તમામ લોકોએ એક સાથે આવવું જોઈએ. મનીષ કશ્યપે તાજેતરમાં જન સૂરાજના માસ્ટરમાઇન્ડ પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી અને તેમને બંધારણની નકલ ભેટ આપી હતી. મનીષ કશ્યપે ગયા મહિને 8 જૂને ફેસબુક પર લાઇવ આવીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ચલણી નોટો પર મહાત્મા ગાંધીની જ તસવીર કેમ છપાય છે? RBI એ કર્યો ચોંકાવનારો ખુલાસો
મનીષ કશ્યપે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમણે પીળા રંગનો ઉપયોગ વધાર્યો છે અને પીળો ગમછા પહેરવાનું પણ શરૂ કરી દીધું છે.