ચલણી નોટો પર મહાત્મા ગાંધીની જ તસવીર કેમ છપાય છે? RBI એ કર્યો ચોંકાવનારો ખુલાસો
Reserve Bank of India: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર કેમ છપાય છે. ભારત જેવા દેશમાં મહાન વ્યક્તિઓની કોઈ કમી નહોતી, પરંતુ નોટો પર આજે પણ બાપુની તસવીર જ કેમ છાપવામાં આવે છે. આ સવાલનો જવાબ ભારતીય રિઝર્વ બેંકે આપ્યો છે.
રિઝર્વ બેંકે કહ્યું કે, ભારતીય રુપિયા પર કોઈ મશહુર વ્યક્તિત્વની તસવીર છારવા માટે રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા વગેરે જેવા ઘણાં મોટા નામોનો પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ એ પછી મહાત્મા ગાંધીનું નામ ફાઈનલ કરવામાં આવ્યુ હતું. દરેક લોકોની સહમતિ લીધા પછી જ આઝાદી કાળથી ચલણી નોટો પર ગાંધીજીની તસવીર છપાય છે. RBIના કાર્ય પર બનેલી એક ડોક્યુમેન્ટ્રીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેમ નોટો પર બીજા કોઈની તસવીર ન છપાઈ
રિઝર્વ બેંકે આગળ કહ્યું કે, 'નોટ પર કોઈ પ્રખ્યાત વ્યક્તિની તસવીર હોવાથી તે ઓળખવામાં સરળતા રહે છે કે નોટ અસલી છે કે નકલી. કારણ કે, તસવીરની મદદથી નોટને અસલી કે નકલી છે તેની ઓળખ કરી શકાય છે. ભારતમાં નોટોની ડિઝાઇન અને સેફ્ટી ફેસિલિટીઝને જોતા ઘણી પ્રખ્યાત હસ્તીઓની તસવીર નોટો પર છાપી શકાય તેમ હતી. તેના માટે રવીન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા અને અબુલ કલામ આઝાદ સહિત અનેક પ્રખ્યાત લોકોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અંતમાં મહાત્મા ગાંધીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.'
અંગ્રેજોના જમાનામાં કેવી હતી નોટો
આઝાદી પહેલા એટલે કે, અંગ્રેજોના સમયમાં ભારતીય ચલણોમાં સંસ્થાનવાદ અને તેની સાથે સંકળાયેલા ઐતિહાસિક અને રાજકીય સંદર્ભોની ઝલક જોવા મળતી હતી. જેમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ (વાઘ, હરણ) ની તસવીરો જોવા મળતી હતી. તેમજ રુપિયા પર 'સુશોભિત હાથીઓ' અને રાજાના અલંકૃત ચિત્રો દ્વારા બ્રિટિશ સામ્રાજ્યની ભવ્યતા દર્શાવવામાં આવતી હતી.
પહેલીવાર નોટ પર બાપુની તસવીર ક્યારે છપાઈ
ભારતીય રિઝર્વ બેંકની વેબસાઈટ પ્રમાણે 2 ઓક્ટોબર,1969 ના રોજ મહાત્મા ગાંધીના જન્મદિવસને 100 વર્ષ પૂરા થતા હોવાથી પહેલીવાર 100 રુપિયાની સ્મારક નોટ જારી કરવામાં આવી હતી. જેમાં સેવાગ્રામ આશ્રમની સાથે ગાંધીજીની તસવીર છપાઈ હતી.
ક્યા જોવા મળશે આ ડોક્યુમેન્ટ્રી
RBIએ એક ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું છે કે, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ટ્રેન, જળમાર્ગ, વાયુમાર્ગ અને પરિવહન સિસ્ટમનો ઉપયોગ કરીને દેશના ખૂણે ખૂણે રુપિયા પહોંચાડવા આવે છે. આ ડોક્યુમેન્ટ્રીમાં આરબીઆઈની ભૂમિકા તેમજ કેવી રીત કામ કરે છે, તે આ ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવ્યું છે. આ ડોક્યુમેન્ટ્રીનું નામ 'RBI Unlocked: Beyond the Rupi' છે. જેને તમે JioCinema પર પણ જોઈ શકો છો.