માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ... ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet?
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, રાજ્યમાં 6 અને 11 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 14મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. આ સાથે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે પણ એક મોટી જાહેરાત કરી છે. પંચે તેની 40 જેટલી અલગ-અલગ એપ્સને જોડીને એક યુનિફાઇડ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેને ECINet નામ આપવામાં આવ્યું છે. આ પહેલથી મતદારોને ચૂંટણી સંબંધિત કામો માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, પરંતુ એક જ પોર્ટલ અને એપ દ્વારા તેમના તમામ કામ થઈ શકશે.
ECINet એપથી શું કામ કરી શકો?
- મતદારો ECINet પરથી વોટર રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે
- ફોર્મ ઍપ્લિકેશનનું ટ્રેકિંગ થઈ શકે છે.
- વોટર કાર્ડમાં ભૂલ સંબંધિત ફરિયાદ નોંધાવી શકાય છે.
- મતદાર વોટર લિસ્ટમાં પોતાનું નામ સર્ચ કરી શકે છે.
- ઈ-વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
- દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ મેળવી શકાય છે.
- ચૂંટણીમાં ઊભેલા ઉમેદવાર વિશેની માહિતી મળી શકે છે.
- આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી શકાય છે.
- વોટર ટર્નઆઉટ અંગેની માહિતી મેળવી શકે છે.
- ચૂંટણીના તાજેતરના પરિણામો તેમજ અન્ય આંકડાઓ પણ જોઈ શકાય છે.
આ પણ વાંચો : બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી
ચૂંટણી પંચ દ્વારા અન્ય મહત્ત્વની જાહેરાત
આ ઉપરાંત, ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. મતદારો હવે પોલિંગ બૂથની બહાર પોતાના ફોન જમા કરાવી શકશે. તમામ પોલિંગ સ્ટેશનો પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ઉમેદવારના બૂથને પોલિંગ સ્ટેશનથી 100 મીટર દૂર રાખવાની મંજૂરી અપાશે. રિયલ ટાઇમ વોટર ટર્નઆઉટના આંકડા પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો