Get The App

VIDEO : યુપીમાં રામ મંદિર બાદ હવે બિહારમાં રૂ.882 કરોડના ખર્ચે બનાવાશે ભવ્ય જાનકી મંદિર, જાણો ખાસિયત

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : યુપીમાં રામ મંદિર બાદ હવે બિહારમાં રૂ.882 કરોડના ખર્ચે બનાવાશે ભવ્ય જાનકી મંદિર, જાણો ખાસિયત 1 - image


Sita Mata Temple in Punaura Dham : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, ત્યારે હવે બિહારના સીતામઢી જિલ્લામાં ભવ્ય જાનકી મંદિર બનાવવા માટે આધારશિલા મૂકવામાં આવી છે. જિલ્લાાન પુનૌરા ધામ ખાતે 67 એકર જમીનમાં સીતા માતાનું ભવ્ય મંદિર પરિસર બનાવાશે. અધિકારીઓએ કહ્યું કે, બાંધકામની તમામ કામગીરી 42 સપ્તાહમાં પૂર્ણ કરી દેવાશે. 

મંદિરના પરિસરમાં ભવ્ય 151 ફૂટ ઊંચુ મંદિર બનાવાશે

પુનૌરા ધામમાં સીતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, ત્યારે અહીં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે અને પ્રવાસન સ્થળની જેમ વિકાસ કરવા માટે 67 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. નિર્માણ કરતી વખતે સીતા માતા સંબંધી ઐતિહાસિક પુરાવા, તથ્ય અને કહાનીઓ સહિત બધુ જ વિકસાવવામાં આવશે. મંદિરના પરિસરમાં 151 ફૂટ ઊંચુ ભવ્ય મંદિર બનાવાશે. આ ઉપરાંત માતા જાનકી કુંડનું સૌંદર્યીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ‘વેબસાઈટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ

મંદિર નિર્માણ પાછળ 882.87 કરોડ ખર્ચ થવાની સંભાવના

નવા મંદિર પરિસરમાં ચારે તરફ ખાસ પરિક્રમા પથ, યજ્ઞ મંડપ તૈયાર કરાશે. પ્રવાસીઓ માટે સંગ્રહાલય, ઓડિટોરિય, કૈફેટેરિયા, બાળકો માતે રમતનું સ્થળ, ધર્મશાળા, સીતા વાટિકા, લવકુશ વાટિકા, પાર્કિંગ સહિત અનેક સુવિધાનો પણ વિકાસ કરવામાં આવશે. મંદિર નિર્માણ પાછળ 882.87 કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. આ તમામ બાબતો ઉપર દેખરેખ રાખવા માટે જવાબદારી પણ નિર્ધારીત થઈ ગઈ છે. બિહાર રાજ્ય પ્રવાસન વિકાસ નિગમને મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. વર્તમાન યોજના મુજબ મંદિર સંરચનાના નિર્માણ કાર્ય માટે 137 કરોડ 34 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

રામ મંદિરની તર્જ બનાવાશે સીતા માતા મંદિર

આ મંદિર સીતામઢી શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર પુનૌરા ધામમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરની તર્જ પર કરવામાં આવશે. નેપાળના જનકપુર શહેરમાં પણ એક ખૂબ જ પ્રખ્યાત જાનકી મંદિર આવેલું છે. આ મંદિરને પણ દેવી સીતાના જન્મસ્થળ સાથે જોડવામાં આવે છે અને તેને 'નૌ લખ્ખા મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ખાસ કરીને તેના સુંદર મુઘલ અને હિંદુ સ્થાપત્ય શૈલીના મિશ્રણ માટે જાણીતું છે.

આ પણ વાંચો : કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર', રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ

Tags :