For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પરીક્ષામાં સની લિઓન ટોપર બનતા બિહાર સરકારની આબરુનો ફજેતો, મંત્રીએ કર્યો આવો ખુલાસો

Updated: Feb 21st, 2019

Article Content Imageપટણા,તા.તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

બિહારમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં સની લીઓને ટોપ કર્યા બાદ બિહાર સરકારની આબરુના ધજાગરા થઈ ગયા છે.

એ પછી નિતિશ કુમારના મંત્રી વી એન ઝાએ ખુલાસો કરતા કહ્યુ છે કે હજી સુધી સરકારે આ પરીક્ષાનુ સત્તાવાર પરિણામ જાહેર કર્યુ જ નથી.એ સાથે મંત્રીએ એ પણ કહ્યુ છે કે જેમના નામ પાસ થનારા માં હશે તેમણે દસ્તાવેજો અને બીજા પ્રમાણપત્રો ચેક કરાવવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે 200 પોસ્ટો માટે લેવાયેલી પરીક્ષાના ઉમેદવારોના પરિણામનુ એક લિસ્ટ સરકારના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર મુકાયુ હતુ.જેમાં 98.5 ટકા સાથે ટોપ કરનારનુ નામ સની લીઓન હોવાનુ દર્શાવાયુ હતુ.સાથે તેનો આઈડી નંબર પણ હતો.તેના પિતાનુ નામ લિઓના લિઓન બતાવાયુ હતુ.ટોપર કરનાર મહિલાની કેટેગરી જનરલ દર્શાવાઈ હતી.

આ પ્રકારના પરિણામથી પબ્લિક હેલ્થ વિભાગના અધિકારીઓ પણ હેરાન છે.વિશેષ સચિવ સતીશચંદ્ર મિશ્રાએ કહ્યુ હતુ કે અમારા માટે પણ લિસ્ટ કેવી રીતે પ્રકાશીત થયુ તે સમજની બહાર છે.હું નથી જાણતો કે સની લીઓન કોણ છે પણ કોઈએ મજાક કરીને આ લિસ્ટ વેબસાઈટ પર અપલોડ કર્યુ છે.

Gujarat