India

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં

By GS TEAM
14 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોના વલણોમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે. પરિણામોમાં તેજસ્વી યાદવની આરજેડી ડબલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ ચૂંટણી આરજેડીના ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શનોમાંથી એક બની રહી છે. આ ચૂંટણીમાં આરજેડીએ ખૂબ જ શરમજનક દેખાવ કર્યો છે, આ સાથે મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોઈ રહેલા તેજસ્વી યાદવ માટે હવે નેતા પ્રતિપક્ષની ખુરશી પણ મેળવવી મુશ્કેલી દેખાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં

Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોના વલણોમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે. પરિણામોમાં તેજસ્વી યાદવની આરજેડી ડબલ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. આ ચૂંટણી આરજેડીના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શનોમાંથી એક બની રહી છે. આ ચૂંટણીમાં આરજેડીએ ખૂબ જ શરમજનક દેખાવ કર્યો છે, આ સાથે મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોઈ રહેલા તેજસ્વી યાદવ માટે હવે નેતા પ્રતિપક્ષની ખુરશી પણ મેળવવી મુશ્કેલી દેખાઈ રહી છે.

...તો RJD ગુમાવશે નેતા પ્રતિપક્ષની ખુરશી

બિહાર વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 243 છે. નેતા પ્રતિપક્ષનું પદ મેળવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછા 25 ધારાસભ્યોની જરૂર પડે છે. વર્તમાન વલણ મુજબ, આરજેડી માત્ર 24થી 25 બેઠકો પર જ આગળ વધતી દેખાઈ રહી છે. જો આરજેડી 25 બેઠકોથી ઓછી બેઠકો જીતશે, તો પાર્ટી નેતા પ્રતિપક્ષનું પદ ગુમાવશે. અગાઉ 2020ની ચૂંટણીમાં આરજેડીએ 75 બેઠકો મેળવી હતી.

આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

તેજસ્વી યાદવ હાર તરફ

આરજેડીને બીજા ઝટકાની વાત કરીએ તો, રાધોપુર બેઠક પર ચૂંટણી લડનારા તેજસ્વી યાદવ 9000 બેઠકોથી પાછળ છે. આ બેઠક પર ભાજપ ઉમેદવાર સતીશ કુમાર જીત તરફ આગળ વધી રહ્યા છે. જો આરજેડી, કોંગ્રેસ, સીપીઆઇએમએલના મહાગઠબંધનમાં કોંગ્રેસ અને સીપીઆઇએમએલ એક-એક બેઠક ઉમેરવામાં આવે તો મહાગઠબંધન 28 બેઠકો પર આગળ છે.


આ પણ વાંચો : 'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ