Get The App

‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન 1 - image


Digvijay Singh On Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણાના વલણોમાં ભાજપ અને નીતીશ કુમારની પાર્ટી જનતાદળ યુનાઈટેડનું NDA ગઠબંધન દમદાર પ્રદર્શન સાથે આગળ વધી રહી છે, જ્યારે રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ સહિતના મહાગઠબંધનની કારમી હાર જોવા મળી રહી છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસની શરમજનક હાર પર દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી છે.

દિગ્વિજયે હારનું ઠીકરું SIR પર ઢોળ્યું

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘મને જે આશંકા હતી, તે જ થયું. SIRમાં 62 લાખ લોકોના વોટ કાપવામાં આવ્યા, જ્યારે 20 લાખ વોટ જોડવામાં આવ્યા. એટલું જ નહીં SIR ફોર્મ ભર્યા વગર પાંચ લાખ વોટ પણ વધારી દેવાયા. આમાં સૌથી વધુ ગરીબો, દલિતો અને લઘુમતી વર્ગના વોટ કપાયા. આ ઉપરાંત EVM પણ શંકા યથાવત્ છે.’

આ પણ વાંચો : 'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ

દિગ્વિજયની કોંગ્રેસને સલાહ

આ સાથે દિગ્વિજય સિંહે કોંગ્રેસને સલાહ આપતા કહ્યું કે, ‘કોંગ્રેસે પોતાના સંગઠન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજનો સમય રેલીઓ અને જનસભાઓનો નથી, પરંતુ મતદાન કેન્દ્રો પર જનસંપર્ક વધારવાનો છે, વિજેતા ઉમેદવારોને અભિનંદન.’

‘બિહારમાં રસાકસી જેવું લાગતું હતું’

જ્યારે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, ત્યારે પણ દિગ્વિજય સિંહે SIR મામલે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું બિહારમાં ગયો, ત્યારે મને એકતરફી મુકાબલા જેવું લાગ્યું હતું અને રસાકસીની ચૂંટણી પણ થવા જેવું લાગ્યું હતું. આ ચૂંટણીમાં જોવા જેવી વાત એ હશે કે, MIM અને પ્રશાંત કિશોરની પાર્ટી કેટલાક વોટ કાપશે? છતાં જો એનડીએ 140થી વધુ બેઠકો જીતશે, તો તેનું કારણ મતદાર યાદી અને ઈવીએમ જ હશે.’


આ પણ વાંચો : બિહારમાં 'કમજોર કડી' બની ગયેલા નીતિશ કુમારે કેવી રીતે છાનામાના બાજી પલટી, જાણો કારણ

Tags :